________________
ત્રીશમું) આ વિમલચંદ્રસૂરિ
૫૯૭ વિક્રમની સાતમી સદીનું વર્ણન મળે છે કે–ત્યારે શ્રાવસ્તી ઉજજડ હાલતમાં હતું. આ સ્થાન “જેતવન મેનેસ્ટ્રી” તરીકે સૂચિત છે.
(ચિનાઈ યાત્રી હ્યુ-એન-સંગનું વિવરણ) ત્યાર પછી અહીં ફરીવાર (ચંદ્રવતી) નગર વસ્યું છે અને અનેક જૈન મુનિઓ અહીં પધાર્યા છે.
વિક્રમની ચૌદમી સદીનું વર્ણન મળે છે કે શ્રાવસ્તી નગરી આજે મહેક નામથી પ્રસિદ્ધ છે. ગાઢ જંગલમાં ભગવાન સંભવનાથનું અનેક દેરીઓથી શોભતું ગગનચુંબી જિનાલય છે. પાસે જ લાલ અશોકનું ઝાડ છે, ચારે બાજુ ફરતે કિલ્લે છે, મણિભદ્ર યક્ષનું ચમત્કારી સ્થાન છે. અલાઉદ્દીનના સુબાએ આવી આ તીર્થ મંદિર અને જિનાલયને નાશ કર્યો છે. અહીં મેળો ભરાય છે તે દિવસે દરસાલ એક ચિત્તો અહીં આવી બેસે છે અને આરતિ ઊતર્યા પછી પિતાને સ્થાને ચાલ્યા જાય છે, પણ તે કેઈને ભય પમાડતું નથી. આ પ્રદેશમાં ડાંગરની એટલી જાતે થાય છે કે તેને એકેક દાણે લઈ એકઠું કરીએ તે એક ઘડે ભરાઈ જાય.
(આ જિનપ્રભસૂરિકૃત “તીર્થકલ્પ”) કવિવર સૌભાગ્યવિજયજી લખે છે કે શ્રાવસ્તી નગરીને સ્થાને આજે એક ગામડું છે, ચારે બાજુ ગાઢ જંગલ છે. અહીં જિનાલયમાં જિનપ્રતિમા અને પગલાં પૂજાય છે. પાલક પાપીના પાપે આ દંડકદેશ બળી ગયે છે. આજે આ પ્રદેશમાં કડુ અને કરિયાનું વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
(તીર્થમાળા) - ઈ. સ. ૧૮૭૫ થી ૧૮૮૫ સુધી સરકારે અહીં છૂટું છૂટું ખોદકામ કરાવ્યું છે. તેના આધારે ડે. હો વગેરે પ્રકાશ પાડે છે કે–અહીં સેલનાથ (સંભવનાથ) ભગવાનના દેરાસરનું ખંડેર છે, તેનું ચગાન ૬૦ ફૂટ લાંબુ ૫૦ ફૂટ પહોળું છે, જેમાં પ્રાચીન
* શ્રાવસ્તીમાં અગિયારમી શતાબ્દી સુધી જેન રાજાઓ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org