________________
પરિશિષ્ટ પહેલું –વધારે A. અષ્ટાપદાવતાર | પૃષ્ઠ ૪૭માં જોડવું] (પૃ. ૪૨૧)
ભગવાન રાષભદેવજી અષ્ટાપદગિરિ ઉપર નિર્વાણ પામ્યા છે પરંતુ હિમાલયનું હિમ અને ભૂમિના ફેરફારને કારણે આજે એ સ્થાનને પત્તો લાગે તેમ નથી. આ અષ્ટાપદને યાદ કરાવે તેવી એક પહાડી-ટેકરી ગંગા નદીના મધ્ય ભાગમાં છે, જેની ઊંચાઈ લગભગ ચાર પાંચ માળ જેટલી છે. જૈનાચાર્યોએ એ પહાડી ઉપર જિનાલય બનાવી તેમાં ભ૦ રાષભદેવની પ્રતિમા બેસાડીને અષ્ટાપદાવતાર તીર્થની સ્થાપના કરી છે. સંભવ છે કે નંદવંશ અથવા મોર્યવંશના રાજ્યકાળમાં આ તીર્થ સ્થપાયું હશે. ગંગાને પટ અહીં પહોળો પથરાયે છે. કિનારેથી વચમાં જેમ જેમ આગળ વધે તેમતેમ ઊંડાઈ પણ વધતી જાય છે. ટેકરીની ચતરફ પાણી બહુ ઊંડુ રહે છે. પાનું સ્વરછ ને નિર્મળ છે. બારે મહિના પાણી સુકાતું નથી એટલે હડી કે ત્રાકામાં બેસીને જ ટેકરીએ જવાય છે. હેડી ટેકરી પાસે જઈ ઊભી રહે છે. ઉપર ચડવાને ઠેઠ સુધી પગથિયાં છે. એ જિનાલયમાં ભ૦ ઇષભદેવની રત્નમય પ્રતિમા હતી. - કવિ સૌભાગ્યવિજયજી લખે છે કે-પટણથી ૫૦ કેશ વૈકુંઠપુરી છે, જ્યાં દેરાસર છે. શ્રાવકનાં ઘરે છે. ત્યાંથી ૧૦ કેશ દૂર ચાડ ગામ છે. અહીં ગંગા નદીના મધ્યમાં ડુંગર ઉપર ભગવાન રાષભદેવની દેરી છે, જે અષ્ટાપદને નમૂને છે. ચાડ ગામમાં ભગવંતદાસ શ્રીમાળી રહે છે. તે ઘણે ધર્મપ્રેમી છે. પ્રભુની રેજ પૂજા કરે છે. ચાડ ગામથી વૈજનાથ ૩૦ કેશ થાય અને ભાગલપુર ૧ટે કેશ થાય વગેરે.
(પૂર્વદેશની તીર્થમાળા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org