________________
૧૪
જૈન પરંપરાને ઇતિહાસ મકાન માલિકને શય્યાતર માનવા નહીં.
(બૃહકલ્પ ભાષ્ય ગાત્ર ૩૫૩૧, ટીકા ભાવ ૪. પૃ. ૯૮૩, નિશીથ ભાષ્ય ગા૧૧૩૯ ચૂર્ણિ, ભા. ૨. પૃ૦ ૨૫૫
જૈન આગમ સાહિત્યમાં ગુજરાત પૃ૦ ૧૬૨) આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે –લાટાચાર્ય તે સમયના, જેમનાં વચનને સૌ કેઈ આચાર્ય પ્રમાણિક માને એવા સમર્થ જૈનાચાર્ય છે. તેમને સમયનિર્દેશ મળતું નથી. આ પરંતુ વિસં. પ૪૭ના પ્રસિદ્ધ તિષી વરાહમિહિરે પિતાના ગ્રંથે લાટાચાર્ય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનંદિના ગ્રંથોના આધારે બનાવ્યાનું જણાવ્યું છે. એ ઉપરથી એમ તારવી શકાય કે –
લાટાચાર્યજી સિંડાચાર્યની પહેલાં થયા છે. તેમણે જોતિષને ગ્રંથ બનાવ્યું હતું, જે આજે મળતું નથી. - આ ઉપરથી લાટાચાર્યને સમય વિકમની પહેલી કે જેથી સદી સંભવે છે, અને તેથી જ આ આચાર્યને અમે આશ્રમણ સિંહની સાથે મૂક્યા છે. - D. આ૦ વજુભૂતિ ( પૃ૦ ૨૩૬માં જડવું]
આ વજભૂતિ કદરૂપા હતા અને દુબળા હતા. તેમની સાથે શિષ્ય પણ ન હતા, પરંતુ તે મેટા કવિ હતા. તેમનાં કાવ્ય ગૂજરાતભરમાં પંકાતાં હતાં. રાજાના અંતઃપુરમાં પણ એ કાવ્ય ગવાતાં હતાં. ભરૂચના રાજા નવાહનની રાણી પદ્માવતીને એમ થયું કે આ આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈએ. એક દિવસે આચાર્ય મહારાજ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે રાણું રાજાની આજ્ઞા લઈ, ભેટાણું લઈ, પિતાના પરિવાર સાથે ઉપાશ્રયે જઈ પહોંચી. આચાર્ય પિતે આસન લઈ બહાર પધાર્યા, રાણુએ તેમને પૂછયું કે, આ વજીભૂતિ ક્યાં છે? આચાર્યશ્રીએ ઉત્તર આખે કે બહાર ગયા છે પરંતુ દાસીના કહેવાથી રાણીએ જાણ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org