________________
જૈન પર પરાના તિહાસ
આજે આ ચાડ ગામ નથી પણ તેને સ્થાને સુલતાનગંજ શહેર વસ્યું છે તે વિદ્યમાન છે. સામેની બીજી પહાડી ઉપર મુસલમાનાએ મસીદ બનાવી છે, જે આજે મૌજુદ છે. લખીસરાઈથી ભાગલપુર જતી સડક ઉપર સુલતાનગ ંજ છે. તેમાં મૈથિલી ખામણા અને અગ્રવાલનાં ઘર છે. શ્રીમાળીનું ઘર નથી. ધર્મશાળા છે. પાદરમાં ગંગા નદી વહે છે. ગંગામાં વચ્ચે પહાડી છે અને તેની ઉપર દેરી છે પણ તેમાં ભ॰ આદિનાથની પ્રતિમા નથી. ૩૦૦ વ પહેલાં મુનિ સૌભાગ્યવિજયજીના સમયે એ જિનાલય હતું. તેમાં જિનપ્રતિમા હતી. ગામમાં જૈન ઘરો હતાં. સંભવ છે કે કઈ આત આવતાં ત્યાંના જૈન એ રત્નનાં પ્રતિમાજીને લઈને ત્યાંથી નીકળી ગયા હશે અને પાછળથી ખાલી ઢેરીમાં કાઈ એ શિવલિંગ દાખલ કર્યું હશે. અસ્તુ, પણ એ સ્થાન આજે માજીદ છે, અષ્ટાપદને ખ્યાલ કરાવે છે.
જૈનાચાર્યાએ આત્મકલ્યાણ માટેનાં સ્થાને પસંદ કરવામાં કેવી દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે, તેનું આ ટેકરી ભાન કરાવે છે અને નજ્યું જોનારને અવનવી પ્રેરણાએ આપી આન ંદિત બનાવે છે.
આ અષ્ટાપદાવતારનું રમ્ય ચિત્ર લખનૌની દાદાવાડીના એક જિનમંદિરમાં છે. તેમાં ગંગા નદી, પહાડી, મંદિર અને વહાણાનું આલેખન છે. “ પ્રવાસી ” માસિકના મુખપૃષ્ઠ ઉપર અને જૈનધર્મ પ્રકાશના સુવર્ણાંકમાં પણ તેનું ચિત્ર છપાયું છે.
સુલતાનગંજથી ૭૦ માઈલ દૂર વિ એનું પ્રાચીન સ્થાન વૈજનાથ છે. ત્યાં પણ પ્રાચીન જૈનતીર્થ હતું. શંકરાચાર્ય ના સમયથી તે સેવતીર્થં અન્યુ છે. ત્યાં અભિષેક માટેનુ' જળ આ અષ્ટાપદાવતાર સ્થાનથી લઈ જવામાં આવે છે. ભગવાન આદિનાથના ચરણાથી પવિત્ર થયેલું ગગાજળ કાવિડયાએ કાવડમાં ઉપાડી વૈજનાથ લઈ જાય છે અને વૈજનાથ મહાદેવના અભિષેક કરે છે. B. ઉદયગિરિ [પૃ॰ ૭૭, ૨૦૫, ૪૦૨માં જોડવું] બેસનગરથી નૈઋત્યમાં ૨ માઈલ અને સાંચીથી ૫ માઈલ દૂર ઉયગિરિની પહાડી છે, જે વાયવ્યથી અગ્નિખૂણામાં ૧૫
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org