________________
૬૦૧
ત્રીશમું ]
આ વિમલચંદ્રસૂરિ ખાબડિયા, ગંગ, બંબગંગ, ધરિયા, અને કાતિયા વગેરે કદરસાગચ્છના શ્રાવકે છે, જે સડેરકગની શાખા હેવાને સંભવ છે.
હલ્પેડિયા-જે આજે બાલી, સાદડી, સાંડેરાવ અને મેવાડ વગેરે વિભાગમાં પથરાયેલ છે તે અસલમાં આ બલિભદ્રસૂરિના ઉપાસક હતા. વિ. સં. આશરે ૯૭૩.
ભંડારી–આ. યશોભદ્રસૂરિએ નાડેલ વગેરેના ચૌહાણેને જૈન બનાવી ભંડારીત્ર સ્થાપ્યું. આ. શાલિભદ્ર ચૌહાણ વંશના હતા. ભાવસાર :
ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભાવસાર જ્ઞાતિ છે, તે કપડાં છાપવાનું કામ કરે છે એટલે છીપા તરીકે પણ જાહેર છે. ઉત્તર ભારતમાં પણ છીપા જ્ઞાતિ છે, પણ તેઓ અસલના ઈરાનના શાહી શકેના વંશજો હશે અથવા મુસલમાની વટાળમાંથી પિતાને નહીં. બચાવી શક્યા હોય અને મુસલમાન બની ગયા હશે, તેથી તેઓ આજે મુસલમાન છે જ્યારે મધ્યભારતના છીપાએ મેટે ભાગે હિંદુ છે, જે પૈકીના કેટલાક જૈનધર્મ પાળે છે.
વિક્રમની દશમી સદીમાં કાલિકાચાર્યગ૭ના આ૦ ભાવ દેવસૂરિથી એક ગછ નીકળે છે, જેનાં ભાવવાચાર્ય, ભાવડહાર, ભાવડા, ભાવસાર ઈત્યાદિ અનેક નામે મળે છે. છીપાની જ્ઞાતિ તે સ્વતંત્ર હતી જ, તેઓએ તે આચાર્યના ઉપદેશથી ભાવડારગચ્છમાં પ્રવેશ કર્યો એટલે તેઓની જ્ઞાતિ ભાવસાર તરીકે પણ જાહેર થઈ હોય. એમ લાગે છે. એટલે કે ભાવસાર એ જૈનધર્મ પાળનારી સ્વતંત્ર જ્ઞાતિ છે, જેની સ્થાપના આ ભાગદેવસૂરિથી થઈ છે.
ગુજરાતને મહામાત્ય ઉદાયન મારવાડને ત્યાગ કરી પહેલવહેલે ગુજરાતમાં આવ્યા ત્યારે તે કર્ણાવતી નગરમાં પ્રથમ લાછી છીપણુ(લમીબાઈ ભાવસાર)ને મહેમાન બનેલ છે, અને તે પછી તેણીની મદદથી જ ઉત્કર્ષ સાધતાં સાધતાં અંતે ગુજરાતને મહામાત્ય બનેલ છે. આ લાછી છી પણ જેન હતી, તેણે ઉદયનને સાધમિક બધુના નાતે મદદ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org