________________
ચેત્રીસમું] આ વિમલચંદ્રષ્ટિ
૫૯૧ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે સાપાદલક્ષ (સવાલક) દેશમાં પણ મેવાડના રાજાઓની હકુમત હશે.
તેણે આહડમાં ભ૦ પાર્શ્વનાથનું દેરાસર બનાવી તેમાં આ૦ થશેભદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. એકંદરે અલ્લટરાજ તે જેન રાજા થયે છે. :
કઈમરાજ કમરાજ તે ત્રિભુવનગિરિ (તહનગઢ)ને રાજા હતે. તેણે રાજગચ્છના આ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી અને તે આ૦ ધનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ આચાર્યને ત્રિભુવનગિરિને રાજા, માળવાને મુંજ રાજા વગેરે ગુરુ તરીકે માનતા હતા, તેથી તેમને ગચ્છ જગતમાં રાજગછ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું હતું જેની ઘણું શાખાઓ નીકળી છે.
(જુએ પૃ. ૫૦૮) યાદવવંશી કુમારપાલ વિ. સં. ૧૨૧૦માં તહનગઢને રાજા હતું, તે આ જિનદત્તસૂરિના ઉપદેશથી જૈન બન્યું હતું. તેને સં. ૧૨પરમાં મહમદ ઘોરીએ હરાવ્યું હતું. કુમારપાલના વંશજ અર્જુનપાલે સં. ૧૪૦૫માં કરેલી વસાવ્યું છે. કરેલી શહેર જૈન વેતામ્બર મહાવીરજી તીર્થની પાસે છે. ત્યાંથી ઈશાનમાં ૨૪ માઈલ દૂર તહનગઢ છે, તે જ આ ત્રિભુવનગિરિ છે. : - (પ્રભાવચરિત્ર પ્રશસ્તિ, પાર્શ્વનાથચરિત્ર પ્રશસ્તિ, ભારતીયવિદ્યા ભા. ૨-અં. ૧)
સપાદલક્ષને રાજા सपादलक्षगोपालत्रिभुवनगिर्यादिदेशगोपालान् । यश्चतुरधिकाशीत्या वादजये रञ्जयामोस ॥ २७-२८ ॥
રાજગછના આ પ્રદ્યુમ્નસૂરિએ સવાલક અને તહનગઢ વગેરે રાજસભાઓમાં ૮૪ વાદે જીતી ત્યાંના રાજાઓ ઉપર પોતાને પ્રભાવ પડયો હતે.
(રાજગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિકૃત–પાશ્વનાથચરિત્ર પ્રશસ્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org