________________
૫૪૬
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ત્યાર પછી ત્યાંથી તેઓ શત્રુંજય તીર્થમાં પધાર્યા અને ૧૦૦ વર્ષની ઉમ્મરે અનશન લઈ વિ. સં. ૯૮૦માં સ્વર્ગવાસી થયા.
આ અરસામાં અનેક સમર્થ જૈનાચાર્યો, પ્રભાવક, જેન રાજાઓ, જૈન સ્તૂપ, તીર્થો, શાસ્ત્રાર્થો વગેરે થયા છે, નવા નવા અનેક ઐતિહાસિક પ્રસંગ બન્યા છે. આ જીવદેવસૂરિ
ગુજરાતની ઉત્તરે ડીસા પાસે વાયડ ગામ છે, તે એક કાળે મોટું શહેર હતું, આજે ગામડારૂપે છે. અહીંથી વાયડગચ્છ અને વાયડજ્ઞાતિ નીકળ્યાં છે. વાયડગ૭ ચૈત્યવાસી ગચ્છ હતું. તેમાં આ જિનદત્ત, આ શશિલ, આ જીવદેવ, “વિવેકવિલાસના કરનાર આ જિનદત્ત, “બાલભારત વગેરેના વિધાતા મહાકવિ આ૦ અમરચંદ્ર વગેરે થયા છે. આ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ જિનદત્તસૂરિ” રહેતું હતું.
તેમાંના આ જીવદેવસૂરિનું ચરિત્ર આ પ્રમાણે છે.
વાયડનગરમાં શેઠ ધર્મદેવને શીલવતી નામની સ્ત્રી અને મહીધર તથા મહીપાલ નામે પુત્ર હતા. નાને મહીપાલ એ જ આ૦ જીવદેવસૂરિ છે.
મહીપાલ બચપણથી જ તેફાની હતે. એકવાર તેને પિતાએ કાઢી મૂક્યો. તેણે મગધમાં જઈ દિગમ્બર આ૦ શ્રુતકીતિ પાસે દીક્ષા લીધી, ગુરુએ તેનું નામ સુવર્ણકીર્તિ રાખ્યું, તેને શાસ્ત્રાભ્યાસ કરાવ્યું, ધરણંદ્રથી અધિષ્ઠિત અપ્રતિકાદેવીની વિદ્યા આપી, પરકાયપ્રવેશિની વિદ્યા આપી અને આચાર્યપદ આપ્યું. | મહીધરે પણ ભાઈના વિયેગથી વૈરાગ્ય પામી આ૦ જિનદત્તસૂરિ પાસે શ્વેતામ્બરીય દીક્ષા લીધી. ગુરુએ તેનું નામ રાશિલમુનિ રાખ્યું, તેને શાસ્ત્રાભ્યાસ કરાવ્યું અને સૂરિપદ પણ આપ્યું.
એ દરમિયાન તેઓના પિતા મૃત્યુ પામ્યા હતા. માતા શીલવતીને વિચાર થયે કે મારા બન્ને પુત્રો એક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org