________________
પ૭૪ જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ આ યશભદ્રસૂરિ પાલીમાં પધાર્યા હતા ત્યારે એક દિવસે સ્થડિલ જતાં વરસાદ થયે એટલે આચાર્ય મહારાજ સૂર્ય મંદિરમાં જઈ 'ઊભા. સૂર્યદેવે પ્રસન્ન થઈ તેમને મંત્રથી આપી, જેમાં સર્વ દર્શન, દિવ્યદૃષ્ટિ, સ્વર્ણસિદ્ધિ, રીસિદ્ધિ, નગરસ્થાપના, પરકાયપ્રવેશ, આકાશગમન, ઈત્યાદિ અનેક વિદ્યાઓ હતી. આચાર્ય મહારાજે ઉપાશ્રયે જઈ તે પિથી વાંચી પિતાના શિષ્ય બલિભમુનિ સાથે પાછી મેકલી, પરંતુ બલિભદ્રમુનિએ રસ્તામાં જ તેનાં પાનાં ચેરી લીધાં અને પિથી સૂર્યદેવને આપી. સાથે સાથે તે ચરેલાં પાનાં પણ કુદરતી રીતે જ ગૂમ થઈ ગયાં, આથી બલિભદ્રમુનિએ ખસિયાણું પડી જઈ સૂર્યદેવ પાસે આવી, પોતાની ભૂલ સ્વીકારી વિદ્યાનાં પાનાં માગ્યાં, અને સૂર્યદેવે પણ “આચાર્યના જ શિષ્ય છે” એવા પ્રેમથી બલિભદ્રમુનિને તે પાનાં આપ્યાં. બલિભદ્રમુનિએ એક દિવસે લીંડીઓનું સેનું બનાવ્યું, આઠ યશેભદ્રસૂરિએ આ વાત જાણી તેથી તેમને અલગ રહેવાની આજ્ઞા કરી અને ચૌહાણુવંશી શાલિભદ્રસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. બલિભદ્રમુનિ પર્વતની ગુફાઓમાં ચાલ્યા ગયા. અને આકરી તપસ્યા કરવા લાગ્યા. એમ કરતાં તેમને અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ
આ અવસરે સોરઠમાં ” રાજાઓનું રાજ્ય હતું. ઈતિહાસ કહે છે કે—વિ. સં. ૯૧૬ માં રા'ખેંગાર અને મૂળરાજ સોલંકી રાજ્યકાળમાં રા” ગ્રહરિપુ સેરઠના રાજાઓ હતા. તે લૂંટફાટ, ચેરી, ચાંચિયાપણું અને વ્યભિચારને માગે ઊતરી ગયા હતા. તેઓ સમુદ્ર જતા વ્યાપારી વહાણેને, તેમજ ગિરનાર તીર્થ તથા પ્રભાસપાટણ તીર્થના જેન–શૈવ યાત્રિકે ને લૂંટતા હતા. સ્ત્રીઓની લાજ લેતા હતા, જુગાર રમતા હતા, દારુ પીતા હતા, અને શિકાર ખેલતા હતા. ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિએ ‘દ્વયાશ્રય મહાકાવ્ય માં આ રાજાઓના પાશવી જીવનને વાસ્તવિક ચિતાર આપે છે. કચ્છને શવ અને સિંધના ઑછે તેના સાગરીતે હતા. મૂળરાજ સોલંકીએ સેરઠ પર ચઢાઈ કરી, તે પાશવી નીતિને અંત આણ્યો હતે અને પછી શું માંહેલિકના સમયે આવી જ ભૂલના પરિણામે રાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org