________________
પટ૨ જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ગુરુજી બોલ્યા:-વત્સ! હું તે હવે પરભવને પથિક છું. તું અંગવિદ્યા શીખ, તને આવડશે. હું તને તેને અર્થ સમજાવું. એ પુસ્તક થરાદનગરના શ્રીષભદેવજીના ચિત્યમાં શુકનાશના સ્થાનમાં છે, તેને લઈને તું વાંચજે, તને બધું અવશ્ય આવડશે.
પછી વીરકુમારે ગુરુમહારાજ પાસે દીક્ષા લીધી. ગુરુજીએ ત્યાં ૩ દિવસ રહી ગ્રંથને આમ્નાય બતાવ્યું. આ વિમલગણિ ત્યાંથી વિહાર કરી વિમલાચલ તીર્થમાં ગયા અને ભ૦ રાષભદેવ પ્રભુને નમી અનશન સ્વીકારી સ્વર્ગે પધાર્યા.
વીરમુનિ ગુરુજીની આજ્ઞા મુજબ થરાદનગર ગયા. તેમણે શ્રાવક પાસેથી પુસ્તક મેળવ્યું અને ગણિવિદ્યાની સાથે અંગવિઘાને અભ્યાસ કર્યો. તે તેના પ્રભાવથી ઉગ્ર તપસ્વી અને મહાન શકિતસંપન્ન વિદ્વાન્ થયા. વળી પુણ્યાગે એમને પરિવાર પણ થયે. અને વીરગણુજીએ અજ્ઞજનેને પ્રતિબંધ આપવાને નિયમ ધારણ કર્યો.
વિરગણિજી ત્યાંથી વિહાર કરી અણહિલપુર જતા હતા, વચમાં થરા ગામ આવ્યું. ત્યાં વલહીનાથ વ્યંતરનું મોટું સ્થાન હતું જે વ્યંતરનું બીજું નામ વિરૂપાક્ષ હતું.
આ યક્ષ જે કઈ માણસ મંદિરમાં સૂએ તેને કોધથી મારી નાખતે હતે. લેકેએ વાર્યા છતાયે વીરગણિ એ મંદિરમાં જ રાત રહ્યા અને ૩ હાથને કુંડ કરી દેધ્યાન લગાવીને બેઠા. રાતે વિરૂપાનાથે વીરગણિને ડરાવવા ભયંકર ઉપદ્રવે કર્યા, અનુકૂળ અને પ્રતિકૂળ ઘણું ઘણું ઉપસર્ગો કર્યા, પરંતુ વીરગણિજી મેરુની જેમ અચલ અડગ અને દઢ રહ્યા. આખરે યક્ષે થાકી હારીને કહ્યું કે મેં આજ સુધી ઘણું દે અને માનવને માનભંગ કર્યો છે. તમે જ એક એવા પ્રતાપી સાધુપુરુષ છે કે મારાથી લેશ પણ ડગ્યા નથી, ડર્યા નથી અને ધ્યાનમાં જ અચળ રહ્યા છે. | મારા નમસ્કારથી ડક્કરી (ડાકોર)ના ભીમનાથ મહાદેવનું શિવલિંગ ફાટયું છે. ત્યાંના રાજાની વિનંતિથી મેં તેને સાંધી
કરી નાખતો ક કા હાથ
લાયક
ગણિo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org