________________
૫૮૪ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આપે હતું. ત્યાર પછી રાજગચ્છના શ્રીવર્ધમાનસૂરિજીએ તેમને પાટણમાં જ મેટા ઉત્સવપૂર્વક સંઘ સમક્ષ આચાર્યપદવી આપી હતી.
ત્યાં વલહીનાથ યક્ષ અનુરાગથી આ૦ વરસૂરિજીના વ્યાખ્યાનમાં આવતે અને ભક્તિથી વ્યાખ્યાન સાંભળતે હતે. તેમજ કીડાપ્રિય હોવાથી સુલક્ષણ મનુષ્યના દેહમાં આવી પીડા ઉપજાવ્યા સિવાય કીડા કરતે હતે. સૂરિજીએ તેને નિષેધ કરતાં સમજાવ્યું કે-“તારે વિનેદ બધા સહન નથી કરી શકતા માટે હવે તું આ વિનેદ ન કર” ગુરુનું કહ્યું યક્ષરાજે માન્યું. - યક્ષે એક દિવસે ગુરુજીને કહ્યું કે-મને ફળ મળે અને આપને પણ લાભ થાય તેવું કાર્ય બતાવે. સૂરિજીએ પૂછયું-જિનમંદિરેથી શેભતા અષ્ટાપદ પર્વત ઉપર જવાની તારી શક્તિ છે?
યક્ષરાજ બોલ્યા–ગુરુજી ! તેવી શક્તિ તે છે, પરંતુ ત્યાંના વ્યંતરે એવા બળવાળા છે કે હું તેઓનું તેજ ઝીલી શકતા નથી. તેમ છતાં આપને ત્યાં પધારવું જ હોય હું તે ત્યાં આપને લઈ જઈને એક પહોર રહી શકીશ. તે દરમ્યાનમાં આપે ત્યાં દર્શન કરી લેવાં જોઈએ. આથી વધારે ત્યાં રહેશે તે પાછા નહીં આવી શકે. ' સૂરિજીએ કબૂલ કર્યું કે આપણે ત્યાં ન પહેરથી વધુ નહીં રોકાઈએ એટલે યક્ષ બળદનું રૂપ લઈ ત્યાં હાજર થયે; સૂરિજી તેની ઉપર ચડી બેઠા, ત્યારે ગુરુજીએ માથા ઉપર વસ્ત્ર બાંધી લીધું હતું. સૂરિજી ક્ષણવારમાં જ અષ્ટાપદજીના મંદિર પાસે જઈ ઊતર્યા પરંતુ આચાર્યશ્રીએ દેવતાઓના તેજને સહન ન કરી શકવાથી દરવાજા પાસેની પૂતળીની પાછળ રહી મહાતીર્થનાં દર્શન કર્યા, ભરત ચકવતી એ વર્ણ અને માપ અનુસાર બનાવેલી વીશ તીર્થ કરની મૂર્તિઓને નમસ્કાર કર્યા અને પછી ત્યાંની નિશાની રૂપે દેવતાઓએ ચઢાવેલા ચેખામાંથી પાંચ-છ દાણ લઈ લીધા. સૂરિજી યાત્રા માટે રાતના પહેલા પહેરે ચાલ્યા હતા અને બીજા પહેરની એક ઘડી જતાં ઉપાશ્રયે આવી ગયા હતા.
ઉપાશ્રય દૈવી અક્ષતની સુગંધથી સુગંધિત થઈ ગયે. મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org