________________
આ વિમલચંદ્રસૂરિ
પ૭૩
- જોગીએ રાજસભામાં વાદ ચલાવ્યું, આ જ પ્રસંગે જોગીએ મંત્રબળથી તપેશ્વર મહાદેવનું મંદિર આકાશ માર્ગથી લાવી નાડલાઈમાં સ્થાપિત કર્યું છે અને આચાર્યશ્રીએ ભ૦ આદિનાથનું મંદિર વલભી કે ખેડબ્રહ્માથી આકાશમાર્ગે લાવી સ્થાપિત કર્યું છે. આ બન્ને મંદિરે એક જ રાતમાં અહીં આવ્યાં છે, અને સવાર થતાં પહેલાં સ્થપાયાં છે, જે આજે પણ વિદ્યમાન છે. આ ઘટના વિ. સં. ૯૯૬ થી ૧૦૧૦ સુધીમાં બની છે.
અંતે જોગીએ છેલે દાવ માંડ્યો, એટલે કે છળ કરવાને વિચાર કર્યો. નાડલાઈમાં ભગવાન આદીશ્વરના દેરાસરમાં બલિને વિધિ ચાલતું હતું, ત્યારે તે ગેરખ સાધુ બની ભિક્ષા માગવા આવ્યું. સંઘે તેને ભિક્ષા આપી ત્યારે યશોભદ્રસૂરિ જાગ્યા. ગુરુજીએ પિતાનું આયુષ્ય ૬ મહિનાનું છે” એમ જાણ સંઘને કહ્યું કે, “આજથી છ મહિને મારું મૃત્યુ છે, મારા માથામાં જે મણિ છે, તે આ જોગી અગ્નિસંસ્કાર સમયે ઉત્પાતે ઊભા કરી મણિ લેવા ચાહશે, તમે સાવધાન રહેજે. તે માથાના મણિને મારી કરેડમાંથી જુદે પાડી દઈ મારા દેહને સંસ્કાર કરજો. પણ તેને મણિ લેવા દેશે નહિ.” આચાર્ય મહારાજ છઠે મહિને સ્વર્ગે ગયા ત્યારે જોગીએ પણ મણિ લેવા માટે પૂરી તકેદારી રાખી હતી, પણ શ્રાવકેએ ગુઆજ્ઞા પ્રમાણે માથામાંને મણિ જુદે પાડ્યો કે શબ્દ થયે, જેને સાંભળતાં જ જેગીનું હૃદય ફાટી ગયું અને તે મૃત્યુ પામે.
આચાર્ય મહારાજનું અગ્નિસંસ્કાર સ્થાન શિલા તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં ઘણુ યાત્રિકે આવી ફૂલ ચડાવે છે, તથા માનતા માને છે. નાડલાઈનું આ સ્થાન પરચા પૂરક મનાય છે.
આ આચાર્યને આ૦ શાંતિસૂરિ, આ બલિભદ્રસૂરિ, ખીમઋષિ વગેરે અનેક શિષ્ય તથા સુમતિસૂરિ, કૃષ્ણબાષિ, આ૦ પૂર્ણભદ્રસૂરિ વગેરે અનેક પ્રશિષ્ય થયા છે. આ બલિભદ્રસૂરિ : - તેઓ સડેરગચ્છના આ યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org