________________
ત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ
પહ૭ રાજાએ પણ હલ્યુડીમાં વિશાળ જિનચૈત્ય બનાવી તેમાં સં. ૯૭૩ ના શુચિ મહિનામાં ઉક્ત સૂરિના હાથે ભગવાન શ્રીહષભદેવની પ્રતિષ્ઠા કરાવી. તેની પૂજા માટે અને આચાર્યશ્રીના જ્ઞાન ભંડાર માટે ખેતી તથા વ્યાપાર ઉપર જુદા જુદા લાગાએ નાખી કાયમી દાનશાસન કરી આપ્યું. ત્યારબાદ તેના પુત્ર રાજા મમ્મટરાજે પિતાના દાનશાસનને કાયમી તરીકે મંજુર રાખી, તેમાં વધારે કરી સં. ૬ના મહા વદિ ૧૧ ના દિવસે આ વાસુદેવસૂરિને બીજું દાનશાસન કરી આપ્યું. તેના પુત્ર ધવલરાજે પણ આ શાંતિભદ્રના ઉપદેશથી દાદાના મંદિરને જીર્ણોદ્ધાર કરી તેમાં વિ. સં. ૧૦૫૩ મહા સુદિ ૧૩ રવિવારે પુષ્ય નક્ષત્રમાં નવા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને ખરચ માટે પીપળિયા કૂવાની જમીન દાનમાં આપી. આ મંદિરના નવા મૂળનાયક તે નાહક, જિંદ, જસ, સંપૂર, ભદ્ર, નાગ, અને પિચી વગેરે શ્રાવકે તથા ગોઠીઓએ
સ્વકર્મના ક્ષય માટે અને પોતપોતાની સંતતિના આત્મકલ્યાણ માટે ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવ્યા હતા. આ
આ વાસુદેવસૂરિનું બીજું નામ આ કેશવસૂરિ છે. તેમનાથી હથુંડીગચ્છ નીકળે, જેનું સંસ્કૃત નામ હસ્તિકુડીગચ્છ છે. હન્દુડીગચ્છ (હસ્તિકુંડીગચ્છ)
આ વાસુદેવસૂરિથી હ€ડીગછ નીકળે તેની પરંપરા ત્રણ રીતે મળે છે. તે આ પ્રમાણે–
(૧) આ૦ વાસુદેવસૂરિ–સં. ૯૬ માં વિદ્યમાન (૨) આ૦ શાલિભદ્રસૂરિ–સં. ૧૦૫૩ માં વિદ્યમાન હતા. તેઓ રૂપાળા, તેજસ્વી, નૈષ્ઠિક બ્રહ્મચારી, ગુણવાન અને વિખ્યાત કીતિવાળા હતા. તેમને તે સમયના ઘણુ રાજાઓ માનતા હતા. (શ્લે. ર૭ થી ૩ર)
(૧) આ વાસુદેવ (૨) આ૦ પૂર્ણચંદ્ર (૩) આ દેવસૂરિ (સુરાચાર્ય) (૪) આ૦ બલિભદ્રસૂરિ.
(૧) આ વાસુદેવ (૨) આ પૂર્ણચંદ્ર (૩) આ વિર (૪) આ૦ દેવ (આ૦ સુર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org