________________
૫૭૮
જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ હથુંડીગચ્છના શ્રાવકે બાલી, સાદડી, સાંડેરાવ, મેવાડ વગેરેમાં ચાલ્યા ગયા છે જે આજે હથુંડિયા તરીકે પ્રસિદ્ધ છે. ખિમષિ:
ચિતડ પાસે વડગામમાં બેહા નામને ઘી-તેલને વ્યાપારી હતું. તે બહુ ગરીબ હતું, તેને એક દિવસે ઠેસ વાગતાં પડી ગયે અને કુંડલીમાંથી ઘી ઢળી ગયું. ગામવાળાએ તેને મદદ કરી ઘી અપાવ્યું. તે પણ ઠેસ વાગી પડી જતાં ફરી વાર ઢળી ગયું એટલે તેને કર્મની વિચિત્રતા પર ખૂબ જ વિચાર આવ્યું. તે પછી તે કઈ એક દિવસે ગચ્છના આ૦ યશોભદ્રસૂરિ પાસે જઈ પહેચ્ચે. તેમના ઉપદેશથી જૈનધર્મી બન્ય–અને વૈરાગ્ય થતાં જૈન મુનિ પણું બન્યું. બેહા મુનિએ ગુરુની આજ્ઞા લઈ અવંતી પાસે ધામણઉદ્ર ગામના તળાવની પાળ પાસેના જંગલમાં જઈ ધ્યાન જમાવ્યું અને બ્રાહ્મણ છોકરાઓના મારકુટ વગેરે ઉપસર્ગો સહી ક્ષમાધર્મ કેળવ્યો. પણ ત્યાંના અધિષ્ઠાયક દેવે તે છોકરાઓને એટલા લેહી વમતા કરી મૂક્યા, કે તેમના માબાપેએ આવી માફી માગી, બાષિના ચરણનું પાણી લઈ છાંટયું, ત્યારે જ તે છોકરાઓ સારા થયા. પછી બ્રાહ્મ
એ એ મુનિની સામે દ્રવ્ય મૂકયું, પણ મુનિએ લીધું નહીં; એટલે લોકેએ તેને જીર્ણોદ્ધારમાં લગાવ્યું. આ રીતે મેટા સહનશીલ તથા ત્યાગી હોવાના કારણે લેકેએ બેહા સાષિનું બીજું નામ ખિમત્રીષ પાડ્યું. હવે તેમણે વિશેષત: નિજન ગિરિગુફાઓમાં જ વસવાટ રાખે અને આકરી તપસ્યા તથા અભિગ્રહ શરૂ કર્યા. તેમને પહેલે અભિગ્રહ એ હતો કે “ધારા પતિ મુંજને નાને ભાઈ સિંધુલ નામે છે, તેની પાસે રહેનારે રાવ કચ્છ નહેલે હિય, છૂટા કેશવાળે હાય, ઉદ્વિગ્ન મનવાળો હોય અને એ સ્થિતિમાં એ ૨૧ પુલ્લા આપે તે ખીમષિ પારણું કરે ૩ મહિના અને ૮ દિવસના ઉપવાસ થયા પછી કુદરતી રીતે જ તે અભિગ્રહ પૂરો થયો. રાવ કણે પણ પોતાનું ટૂંકું આયુષ્ય જાણું ખીમઝષિ પાસે દીક્ષા લીધી, જેનું નામ કૃષ્ણ ઋષિ પાડ્યું. તેઓ ૬ મહિનાનું ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. બીજે અભિગ્રહ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org