________________
૫૬૨ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથ બનાવ્યા છે. તેમણે આ દરેક અંશે ગાંભૂમાં બનાવ્યા છે, “ચઉવન્નમહાપુરિસચરિય”માં વિમલમતિ,
આચારાંગ ટીકા'માં શીલાંકાચાર્ય, તત્ત્વાદિત્ય, અને “સૂત્રકૃતાંગમાં શીલાચાર્ય નામ આપ્યાં છે. ત્રીજી સૂત્રટીકા ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ બને ટીકાઓમાં તેમને વાહરિ ગણિએ સહાય કરી છે. અંગે ઉપર ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં શીલાંકાચાર્ય સૌથી પહેલા છે. એક એવું પ્રવાદ છે કે–બીજ કેટયાચાર્ય અને શીલાંકાચાર્ય એ બને એક જ છે, આ પ્રવાદ સાચે હોય તે તેમણે જ “વિશેપાવશ્યક–ભાષ્યરની ટીકા ગ્રં. ૧૩૭૦૦ રચી છે, એમ નકકી થાય છે.
કે “પ્રભાવક ચરિત્રમાંના આ અભયદેવસૂરિ ચરિત્રમાં આવે શીલાકે ૧૧ અંગે ઉપર ટીકા કર્યાને ઉલ્લેખ છે, પરંતુ આ અભયદેવસૂરિ જ એવું જણાવે છે કે-“આ સૂત્રની ટીકા બની નથી.” આ જિનવલભ પણ “અષ્ટસપ્તતિકા'માં એમ જ જણાવે છે. એટલે તેમણે ૧૧ અંગેની ટીકા રચી હોય એમ માની શકાતું નથી.
રાજા વનરાજના ગુરુ આ૦ શીલગુણસૂરિ, હરિવંશના આચાર્ય વિટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય આ તત્વાચાર્ય, અને આ૦ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણોના શિષ્ય ગણતા કેટયાર્ય મહત્તર આ આચાર્યથી જુદા છે. આ સિદ્ધષિ :
સિદ્ધર્ષિ એ વિક્રમની દશમી સદીના પ્રકાંડ વિદ્વાન, અજોડ વ્યાખ્યાતા, અને સમર્થ ગ્રંથકાર થયા છે. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે.
૧. સુરાચાર્ય–તે લાદેશના હતા અને નિવૃત્તિકુલના આચાર્ય હતા. દ્રોણાચાર્યના શિષ્ય સૂરાચાર્ય તે આ આચાર્યથી ભિન્ન સમજવા.
૨. દેલમહત્ત—તેઓ જોતિષશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાતા હતા. સંભવતઃ તેમના ગુરુભાઈ ગર્ગષિ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org