________________
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ શાખાના પ્રશ્નવાહનકુળના આચાર્યોને અહીં પધરાવ્યા અને ત્યારથી તે પ્રશ્નવાહનકુળના ગચ્છના શ્રમણસંઘનું “હર્ષપુરીયગચ્છ” એવું નામ પડ્યું, જેમાં વિક્રમની બારમી સદીમાં આ વિજયસિંહ થયા છે. તેમના શિષ્ય અભયદેવસૂરિથી રાજા કર્ણદેવના સમયમાં હર્ષપુરીયગચ્છનું મલધારગચ્છ નામ પડ્યું. આ ગચ્છની પરંપરાને વિછેદ થતાં તેની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજે બેસતા હતા. સાંડેરગચ્છા
મારવાડમાં સાંડેરાવ ગામથી આ ગચ્છ નીકળ્યો છે. આ ગચ્છ પ્રાચીન છે. તે ચિત્યવાસી ગ૭ હવે તેમાં આ૦ યશોભદ્રસૂરિ વગેરે વિદ્યાસંપન્ન આચાર્યો થયા છે, જેઓ રાજપૂજિત હતા. તેઓએ ઘણું નવા જેને બનાવ્યા છે.
નવા જેને બન્યા પછી તે ગ૭ વધુ પ્રસિદ્ધિમાં આવ્યું છે. હ€ડીગચ્છ તે આ ગચ્છની શાખા છે. સાંડેરગચ્છ સમય જતાં તપગચ્છમાં ભળી ગયું છે.
સાંડરગચ્છની પટ્ટાવલી આ પ્રમાણે છે:
(૧) આ૦ ઇશ્વરસૂરિ તેમને મુંડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી. (૨) મહાપ્રભાવક આ૦ યશભદ્રસૂરિ (૩) આ૦ શાલિસૂરિ તેઓ ચૌહાણવંશના હતા, સર્વવિદ્યાવિશારદ અને બદરીદેવીથી સેવાતા હતા. સૂરિપદ સં. ૯૭૦ (૪) સુમતિસૂરિ (૫) શાંતિસૂરિ (૬) ઈશ્વરસૂરિ (૭) શાલિસૂરિ સં. ૧૧૮૧ (૮) સુમતિસૂરિ (૯) આ૦ શાંતિસૂરિ–તેમણે વિ. સં. ૧૨૨લ્માં શીસેદિઆઓસવાળ બનાવ્યા. (૧૦) ઈશ્વરસૂરિ તેમણે સં. ૧૨૪૫ કે ૧૨૯૧માં મંત્રી યશવીરે લુણિગવસહીમાં કરાવેલ ૩ દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. (૧૧) શાલિસૂરિ, (૧૨) સુમતિસૂરિ (૧૩) શાંતિસૂરિ (૧૪) ઈશ્વરસૂરિ (૧૫) શાલિસૂરિ (૧૬) સુમતિસૂરિ (૧૭) શાંતિસૂરિ (૧૮) આ૦ ઈશ્વરસૂરિ–તેમનું દીક્ષાનું નામ દેવસુંદર હતું. શેઠ સાયરે નાડલાઈમાં આ૦ યશોભદ્રસૂરિએ લાવેલા ભગવાન આદિનાથના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી, તેનું નામ “સાયરવસહી” રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org