________________
જૈન પરંપરાને ઈતિહાસ '[ પ્રકરણ ૧૩૯ માં નાડલાઈમાં સ્વર્ગગમન થયું. તેમનું ચરિત્ર આ પ્રમાણે છે. ( પીંડવાડા પાસેના પલાઈ ગામમાં પુણ્યસાર (યશવીર) વ્યવહારની પત્ની ગુણસુંદરી(સુભદ્રા)એ હિમાલયના સ્વપ્નથી સૂચિત સુધર્મા નામના પુત્રને જન્મ આપે. સુધર્મા ૫ વર્ષને થયા ત્યારે નિશાળે ભણવા બેઠે. એક દિવસે તેણે એક બ્રાહ્મણના કેશવ નામના છેકરાને ખડિયે લીધે ને અકસ્માત ફૂટી ગયે. સુધર્મા એ બ્રાહ્મણના કરીને તેના બદલામાં અનેક ખડિયા બતાવી આપવા લાગ્યું, પણ બ્રાહ્મણના છેકશએ પિતાને હતું તે જ ખડિયા લેવાની જીદ્દ પકડી અને એ બન્ને બાળકે લડી પડ્યાં. પંડિત બન્નેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ કેઈએ માન્યું નહીં. છેવટે કેશવ બોલ્યો કે “જા હું તારા કપાળમાં કૂર કરબે ખાઉં, તે જ મને સાચે બ્રાહ્મણ જાણજે, નહીં તે મને ભટડે સમજજે.” તરત જ સુધર્મા પણ બે કે “તું પણ આ વાણિયાને જોઈ લેજે, હું મરતાં મરતાં પણ તને તે ઠીક કરીશ.” - આ સમયે સંડેરકગચ્છમાં આ૦ ઈશ્વરસૂરિ વિદ્યમાન હતા. તેમને ૫૦૦ શિષ્ય હતા. પિતે ૬ વર્ષ સુધી વિગઈ છેડી હતી, મુંડારામાં બહરીદેવી સાધી હતી. તેમણે બદરી દેવીની સૂચનાથી પલાઈમાં પધારી સુધર્માના માતા-પિતાને સમજાવી આજ્ઞા મેળવી ૬ વર્ષના સુધર્માને દીક્ષા આપી, જ્ઞાન આપ્યું, વિદ્યાઓ આપી, અને સમય જતાં ગ્યતા જોઈ મુંડારામાં જઈ બદરી દેવીને આરાધી મુનિ સુધમને સૂરિપદ આપ્યું, પિતાની પાટે સ્થાપી યશોભદ્રસૂરિ એવું નામ આપ્યું. યશોભદ્રસૂરિને પણ બદરી દેવી સિદ્ધ થઈ હતી.
મહેસાણાથી પાટણ અને કઈતીર્થ જતી રેલ્વે લાઈનમાં મણુંદરેડ સ્ટેશન છે, ત્યાંથી માઈલ દૂર સંડેર ગામ છે. આ ગામ પણ પ્રાચીન છે. જો કે તે સાંડરગચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી કિન્તુ તેને સાંડરગચ્છ સાથે વિશેષ સંબંધ હશે, એમ લાગે છે. આ જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં સંડેર ગામમાં જ મોપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિોદ્ધાર કરી સંવેગી માર્ગ સ્વીકાર્યો હતો.
(પટ્ટાવલી સમુચ્ચય: ભા૦ ૨, પૃ. ૨૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org