________________
૫૪
જેને પરંપરાને ઇતિહાસ t પ્રકરણ સિદ્ધ ભિન્નમાલમાં ફરવા લાગ્યું. તેણે એક પછી એક ઘર જેવું તે દરેક ઘરના દરવાજા બંધ હતા. ચાલતાં ચાલતાં તેણે દૂરથી એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. તેને માટે આ એક આશાનું કિરણ હતું. તેણે તે મકાનમાં પ્રવેશ કર્યો. આ મકાન તે જૈન મુનિઓને ઉપાશ્રય હતું. ત્યાં ચેરી કરવા જેવું કંઈ હોતું નથી, એટલે તેના દરવાજા બંધ કરવાની અગત્ય રહેતી નથી. સિદ્ધ ત્યાં રાત વિતાવી. સવારે તેણે ત્યાં બિરાજમાન આચાર્ય મહારાજ પાસે જઈ “મારે શિષ્ય તરીકે સ્વીકાર કરે” એમ દીક્ષાની માગણું કરી. આચાર્ય મહારાજે તેનું વાસ્તવિક સ્વરૂપ જાણી, પ્રથમ સાધુમાગની કઠોરતાને પરિચય કરાવ્યો અને પછી શાંતભાવે કહ્યું કે–મહાનુભાવ! તું તારા માબાપની રજા લઈ આવ, પછી તને દીક્ષા આપીશું. - આ તરફથી શુભંકર શેઠ સિદ્ધિને શેતે શેલતે ઉપાશ્રય આવી ઊભે અને સિદ્ધને ઘરે લઈ જવા માટે સમજાવવા લાગ્યો. પુત્ર પિતાને પોતાની દીક્ષા લેવાની ભાવના છે” એમ જણાવ્યું. પિતાએ ઘણું આનાકાની કર્યા પછી પુત્રને અત્યંત આગ્રહ જોઈ તેને દીક્ષા લેવાની રજા આપી અને સિદ્ધ જૈન સાધુ બની સિદ્ધાર્ષિ તરીકે જાહેર થયે.
સિદ્ધર્ષિએ પ્રથમ જૈન દર્શનને અભ્યાસ કર્યો, પછી ગુરુજીની મના હેવા છતાં બૌદ્ધદર્શનના અધ્યયન માટે મહાબોધિનગર જવાનું નક્કી કર્યું પરંતુ જતી વખતે ગુરુજીએ તેમની પાસેથી એવું વચન લીધું કે ત્યાં ગયા પછી મતિ ભ્રમથી બૌદ્ધ થવાનું "મન થાય તે તેણે એકવાર અહીં આવી મળી જવું.” સિદ્ધર્ષિએ આ વચન આપી, ગુવેશે મહાબેધનગરમાં જઈ બૌદ્ધ સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું. ત્યાં તેને ધીમે ધીમે કલ્પનાના વમળ આવવા લાગ્યાં. બૌદ્ધાચાર્યોએ તેને બૌદ્ધ થવા સમજાવ્યું. સિદ્ધર્ષિને એ વાત ગળે ઊતરી એટલે તે પિતાનું વચન પાળવા દુર્ગસ્વામી પાસે આવ્યા. ગુરુજીએ તેને સમજાવીને સ્થિર કર્યા. કેઈ કઈ ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે તે સિદ્ધષિ કલ્પનાનાં વમળમાં અટવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org