________________
ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ
૫૬૫ ૨૧ વાર બૌદ્ધ સાધુ પાસે જઈ ગુરુ પાસે આવ્યા છે. ગુરુજીએ તેની પરિસ્થિતિને સમજી જઈ યાકિની મહત્તાસૂનુ આ હરિભદ્રસૂરિની ચિત્યવંદન ઉપરની લલિતવિસ્તરાવૃત્તિ તેમને વાંચવા આપી. સિદ્ધર્ષિનાં તે તે વાંચતાં જ જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં. તેને મતિ ભ્રમ ઊડી ગયે તેઓ તરત જ ગુરુચરણે નમી, પશ્ચાત્તાપનાં આંસુ સારવા લાગ્યા અને શુદ્ધ થઈ જૈનધર્મમાં સ્થિર થયા. ગુરુજીએ તેની યેગ્યતા જોઈ તેને આચાર્યપદથી વિભૂષિત કર્યા અને પિતે અનશન લઈ સ્વર્ગગમન કર્યું. - આ તરફ આ સિદ્ધર્ષિએ ગ્રંથ વડે જીવેને ઉપકાર થાય છે એ પિતાના અનુભવથી નક્કી કરી ગ્રંથસૃષ્ટિ કરવા તરફ લક્ષ આપ્યું. તેમણે નીચે પ્રમાણે ગ્રંથે બનાવ્યા છે.
તેમણે વિ. સં. ૯૬૨ જેઠ શુ. ૫ ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં ભિન્નમાલમાં ઉપમિતિભવપ્રપંચ કથા, શાકે (ગુ. સં) ૫૯૮ વિ. સં. ૯૭૩માં ચંદ્રકેવલિ ચરિત્ર, ઉપદેશમાલા લgવૃત્તિ ઉપદેશમાલાની બહવૃત્તિ, ન્યાયાવતારવૃત્તિ વગેરે બનાવ્યાં છે.
સૂરિજીએ ઉપમિતિભવપ્રપંચામાં સંસારી જીવ કઈ રીતે સત્ય ધર્મને પામી ઊંચે ચડે છે, એ બતાવવા માટે પિતાને જ આગળ ધરી પ્રસ્તાવનાની પીઠિકા બાંધી છે અને પછી પિતાને જાતઅનુભવ જણાવ્યો છે. આ રૂપક ગ્રંથ છે. ભારતીય સાહિત્યમાં જ નહિ કિન્તુ વિશ્વ સાહિત્યમાં આ પહેલે જ રૂપક ગ્રંથ છે. સાહિત્યમાં આનું મૂલ્યાંકન વધુમાં વધુ આંકી શકાય. ડો. હર્મન જેકેબી મુક્તકંઠે કહે છે કે –
I did find Something, still more Important, the great literary value of the U. Katha and the fact that It is the first alegorical work in Indian literature'
(બિબ્લીઓથેકા ઈંડિકામાં પ્રકાશિત ઉપમિતિભવપ્રપંચાકથાની અંગ્રેજી પ્રસ્તાવના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org