________________
ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ
૫૫૧ ધારે તે સાચે ગુરુ છે અને દયા તે સાચે ધર્મ છે, આથી ઉલટું રાગદ્વેષ રાખનાર દેવ તે કુદેવ છે, મમતા પરિગ્રહવાળે ગુરુ તે કુગુરુ છે અને પશુહિંસાવાળે ધર્મ તે માટે અધર્મ છે. માટે તું સાચા ખોટાની પરીક્ષા કરી સાચા ધર્મને સ્વીકાર કર.
- લઠ્ઠશેઠે જૈન ધર્મને સાંભ, વિચાર્યો, સમ્યકત્વ સ્વીકાર્યું, શ્રાવકનાં ૧૨ વ્રત લીધાં અને આચાર્યશ્રીએ જણાવેલી રીતે સંકેત મળતાં પિમ્પલાનકમાં બેટે જિનપ્રાસાદ કરાવ્યું, જે સ્થાનમાં આ મન્દિર બન્યું તે સ્થાને કનેજની રાજકન્યા મહણીક પ્લેચ્છના ડરથી કૂવામાં પડી મરણ પામી હતી, તેણીએ આ જીવેદેવસૂરિના ઉપદેશથી ધર્મ પામી આ સ્થાન આપ્યું, ધન આપ્યું અને બીજી પણ મદદ કરી. આચાર્યશ્રીએ પણ આ દેરાસરમાં એક જુદી દેરી કરાવી તેમાં મહેણીક દેવીની ભવનદેવી તરીકે સ્થાપના કરી.
આ તરફ લલ્લશેઠ જૈન બન્યું એટલે બ્રાહ્મણ અને જેમાં વિરોધ ઊભે થયે, આચાર્યશ્રીએ દરેકને જણાવ્યું કે–ક્ષમા રાખે, શાંતિ રાખે. એથી સૌ સારાં વાનાં થશે. ક્ષમા એ જ સાચું
વાયડ વિભાગને મંત્રી નિંબ હતું, તેણે વાયડમાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરને ઉદ્ધાર કરાવ્યું. આ જીવદેવસૂરિના હાથે કલશ–પ્રતિષ્ઠા કરાવી
એકવાર બ્રાહ્મણે ઉપરના દ્વેષથી મરવા પડેલી ગાયને રાતે ભવ મહાવીરસ્વામીના દેરાસર પાસે લાવી મૂકી અને તે ત્યાં મરણ પામી. બીજે દિવસે આચાર્ય મહારાજે ધ્યાન કર્યું. એના પ્રભાવે તે ઊઠી બ્રહ્માજીના દેરામાં બ્રહ્માજીની પાસે જઈ બેઠી અને ત્યાં જ મરણ પામી.
* ચૌદમી સદીના ઉ૦ વિનયપ્રભ લખે છે કેसिरिसाचउरिहिं भीमपल्लि, वायडपुरि वीरो ॥४॥ એટલે તે સમયે વાડમાં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર હતું.
(તીર્થમાલા સ્તુતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org