________________
ત્રીશમું ) આ વિમલચંદ્રસૂરિ
૫૪૭ માર્ગમાં ચાલનારા બને એ બહુ જરૂરી છે, તે આ સુવર્ણકીતિને વાયડ લઈ આવી અને બન્ને પુત્રોને કહ્યું કે તમે બને એક થઈ જાઓ.
પછી તે માતાએ જ આ સુવર્ણક્રીતિને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યું કે શ્વેતામ્બર સાધુઓ રસકસવાળા અને ભારે આહાર લેતા નથી. સાદે શુદ્ધ નિર્દોષ અને સાત્વિક આહાર લે છે. સાધુના નિમિત્તે કરેલ આહાર લેતા નથી. એક ઘરેથી પેટ ભરીને લેતા નથી કિન્તુ ઘરે ઘરે ફરી ગેચરીની વિધિથી આહાર લે છે. જ્યારે દિગ
મ્બર સાધુઓ ઉત્તમ પકવાન આરેગે છે, પોતાના નિમિત્તે કરેલ આહાર જ લે છે અને એક ઘરેથી જ પૂરે આહાર કરી લે છે. તેને માધુકરી કે ગોચરી જેવું કંઈ નથી. આ સુવર્ણકીર્તિએ આ અનુભવ થતાં દિગમ્બર આમ્નાયને ત્યાગ કર્યો, આત્મકલ્યાણ માટે વેતામ્બર ધર્મને સ્વીકાર કર્યો, આ રાશિલસૂરિ પાસે દીક્ષા લીધી. આ રાશિલસૂરિએ પણ તેનું નામ મુનિ જીવદેવ રાખ્યું, અને ટૂંક મુદતમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. તેઓ ભક્તામરસ્તેત્રની મંત્રાસ્નાયના પણ સમર્થ જાણકાર હતા.
આ જીવદેવનું વૃત્તાંત ઘણી ચમત્કારિક ઘટનાઓથી ભરેલું છે.
એકવાર આ૦ જીવદેવસૂરિ વ્યાખ્યાન આપતા હતા, ત્યારે એક યેગીએ સભામાં આવી તેમની ઉપર મંત્ર ફેંક્યો, પણ તે નિષ્ફળ ગયે, તેમના વસ્ત્ર ઉપર મંત્ર ફેંક્યો, આથી વસ્ત્ર લીલું
* આ. ગુણાકરસૂરિ લખે છે કે
આ. છેવદેવસૂરિજી ભક્તામર સ્તોત્રને પાઠ કરતા હતા, તેમને અપ્રતિમ ચક્રાદેવી પ્રત્યક્ષ હતી તેથી તેમની આજ્ઞા ઘણું દેવ-દેવીઓ માનતા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ પધાર્યા, ત્યારે આઠમા તીર્થકર શ્રીચંદ્રપ્રભુની પ્રતિમાને સોમનાથ મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને સ્કંદ વિગેરેની પ્રતિમાઓએ સામે આવી નમસ્કાર કર્યા હતા. અને ચંદ્રપ્રભુની પૂજા માટે સોમનાથ મહાદેવના દેરાસર તરફથી દશહજાર ફૂલ, મહિને મહિને ૫ શેર સાકર, હંમેશાં ૩ શેર તેલ, ૨ માણેક નિવેદ, ૨ પળ કેસર, ૧ માસી કપૂર અને ૧ માસો કસ્તૂરી આપવાનું નક્કી થયું હતું.
(ભક્તામર સ્તોત્ર લે. ૨૧ની વૃત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org