________________
પટ૬ જેને પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ છે. વત્સરાજ વિ. સં. ૮૪૦ માં ભિન્નમાલ તથા ગુજરાતને રાજા હતા.
૫. યશેવર્મા–તેના સમયે પ્રતિહાર વંશના હાથમાંથી ગુજરાત છૂટી ગયું હતું, એટલે તેણે કાજ જઈ ત્યાંના રાજા ચકા યુધને મારી કનેજમાં જ કાયમને માટે પોતાની ગાદી સ્થાપી. આ ઘટના વિ. સં. ૮૬૦ ની આસપાસમાં બનેલ છે.
રાષ્ટ્રકુટ વંશના રાજા ધ્રુવે વિ. સં. ૮૫૦ લગભગમાં યશેવર્માને હરાવી લાટ ઉપર પિતાની સત્તા જમાવી હતી.
ત્રીજા ગેવિંદે પણ વિ. સં. ૮૬૦ લગભગમાં યશવને ભગાડી ગુજરાતમાં પિતાવી સત્તાને ખૂબ મજબૂત કરી હતી અને પિતાના નાનાભાઈ ઇંદ્રને ગુજરાતને રાજા બનાવ્યો હતે.
માનવું જોઈએ કે આ પરિસ્થિતિમાં યશોવર્માએ ગુજરાતની મમતા છેઠી કનેજ પર ચઢાઈ કરી હશે અને ત્યાંના રાજાને હરાવી ત્યાં પિતાની ગાદી સ્થાપી હશે. અસ્તુ...
૬. બીજે નાગાવલેક–જેનાં બીજાં નામે નાગભટ્ટ અને આમ રાજા છે. આ પ્રાચંદ્રસૂરિ લખે છે કે, આ રાજાએ માંજરા સાપનું મુખ દબાવી તેમાંથી મણિ લઈ લીધું હતું તેથી તેનું નામ નામાવલેક પડ્યું છે.
યશવર્મા રાજાએ બીજી રાણીની ખટપટથી એક સગર્ભ રાણીને કાઢી મૂકી હતી. તે રાણીએ ભિન્નમાળથી નીકળી રમસેનમાં આવી એક બાળકને જન્મ આપે, જેનું નામ આમ રાખવામાં આવ્યું. રામસેનમાં મેગછના આચાર્ય સિદ્ધસેન વિરાજમાન હતા, તેમના ઉપદેશથી જૈન સંઘે તે રાણી તથા રાજકુમાર આમને રક્ષણ આપ્યું. આ તરફ યશવર્માની બીજી રાણી મરી ગઈ, એટલે યશવર્માએ આમને તથા તેની માતાને બેલાવી લીધા અને આમને યુવરાજ પદ આપ્યું, વળી એક દિવસે આમકુમાર પિતાથી રીસાઈ નીકળી ગયે અને મેહેરા તીર્થમાં આ સિદ્ધસેનની સેવામાં જઈ પોંચે. ત્યાં તેને આચાર્યશ્રીના શિષ્ય મુનિ બપ્પભટ્ટ સાથે ગાઢ પ્રેમ બંધાયે. યશવર્માએ પણ ફરીવાર આમને બોલાવી કનેજની ગાદીએ બેસાડો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org