________________
૫૪૨ જૈન પરંપરાને ઈતહાસ
પ્રિકરણ પતિ પુનડ બરડિયે મંત્રી વસ્તુપાળને મિત્ર હતે. (સં. ૧૨૮૬) ત્યારથી તપાગચ્છને માને છે. (જુઓ પૃ૫૧૯)
આમ રાજાની એક રાણુ વૈશ્યકુલની હતી, જે જેનધમી હતી. તેને પુત્ર-પરિવાર જેન હેઈને એસવાલના દેશી ગેત્રમાં દાખલ થયેલ છે. શત્રુંજય મહાતીર્થને વિ. સં. ૧૫૮૭માં મેટે ઉદ્ધાર કરવાર દેશી કમશાહ આ ગેત્રમાં જ થયેલ છે. જૈન ગ્રંથભંડારે
ઈતિહાસના પરિશીલનથી સમજી શકાય છે કે, શંકરાચાર્યના અનુગામીઓનું સશસ્ત્ર આક્રમણ, પંચાસરને ભંગ, છેલ્લી જેનાગમવાચનાનું કેન્દ્ર યાને હસ્તલિખિત જેન શાસ્ત્રોના મેટા સંગ્રેડ
સ્થાનવાળા વલભીનગરને ભંગ, વગેરે વગેરે કારણે જિનાલયે અને જૈન શાસ્ત્રોને પારાવાર નુકશાન થયું હતું. એવામાં વિ સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષને રૌરવ દુકાળ પડ્યો. એટલે જૈનસંઘમાં ગ્રંથરક્ષાને સવાલ ઊઠો અને ગ્રંથભંડારે સ્થપાયા.
“વીર વંશાવલી” અને “પ ખુશાલવિજય પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, કે –
વિ. સં. ૮૪૧ થી ૮૪પ સુધી પાંચ વર્ષ દુકાળ પડ્યો. એટલે જૈન મુનિઓ શિથિલ થયા. ત્યારે ઉ૦ સંભૂતિ, ઉ૦ શેવિંદ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, ઉગ્ર તપસ્વી ક્ષેમઋષિ, મલધારગચ્છીય શ્રીહર્ષ તિલક, શ્રીસ્થૂલિભદ્ર વંશે શ્રીહર્ષપુરીયગછે શ્રીકૃષ્ણષિ પ્રમુખ ગીતાર્થોએ મળી શ્રીસૂરિના વચનથી વિષમ સમય જાણુ મહાનગરે શુભ સ્થાનમાં સિદ્ધાંતના ભંડારે સ્થાપ્યા, જ્ઞાનયત્ન કર્યો. વગેરે.
આ ઉલ્લેખથી સમજી શકાય છે કે, જેનસંઘે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી વિ. સં. ૮૪૫ થી જૈન ગ્રંથભંડારેની સ્થાપના ચાલુ કરી છે. સંભવ છે કે, તે સમયે ઉમરકોટ, ચિતેડ, વલભી, કુચેરા, સાંડેરાવ, ભટેવરા, વાયડ, મેઢેરા, પાટણ, ભિન્નમાલ, નાગોર, મધ્યમિકા, જાલેર, મથુરા પૈકીનાં ઘણું સ્થાનમાં જૈન ગ્રંથભંડારે બન્યા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org