________________
બત્રીશમું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ
૫૪૩ તત્કાલીન ગ્રંથરક્ષાચિંતક આચાર્યોનાં નામે ઉપર દર્શાવ્યાં છે. જે પૈકીના ઉ૦ સંભૂતિ તે યુ પ્રહ સંભૂતિજી, ઉ૦ ગોવિંદ તે
ઢગચ્છના આ સિદ્ધસેનના શિષ્ય ગોવિંદસૂરિ, શ્રીહર્ષતિલક તે મઝિમ શાખાના આચાર્ય, અને શ્રીકૃષ્ણષિ તે હારિલવંશના આ૦ યક્ષસૂરિના શિષ્ય તપસ્વી કૃષ્ણષિ છે. બીજાઓને ઈતિહાસ મળતું નથી. કરહેડા તીર્થ:
વિ. સં. ૮૯૧માં શાહ ખીમસિંહ ઓસવાલે કરહેડામાં ભ૦ પાર્શ્વનાથને પ્રાસાદ કરાવી તેમાં ભવ્ય બિંબની પ્રતિષ્ઠા કરી હતી. વીર વંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તે પ્રતિષ્ઠા આ૦ જયાનંદસૂરિના હાથે થયેલી છે કિન્તુ આ વિબુધસૂરિના પટ્ટધર આ૦ જયાનંદસૂરિ તે વિક્રમની સાતમી સદીના અંતે થયા છે. આ આ૦ જયાનંદસૂરિ તેમનાથી જુદા છે, એમ માનવું પડે છે.
પ્રાસાદની બાવન દેરીઓમાં જુદા જુદા આચાર્યોએ પ્રતિષ્ઠા કર્યાના લેખે છે. તેમાં એક લેખ છે કે, વિ. સં. ૧૦૩લ્માં સંડેરક ગછના આ૦ યશોભદ્રસૂરિએ ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. મહાપ્રાભાવિક દાદા આ૦ ધર્મષસૂરિના ઉપદેશથી મંત્રી ઝાંઝણકુમારે વિ. સં. ૧૩૦૦માં આ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું હતે. મંદિરની બાંધણી એવી રીતે કરી હતી કે, પિષ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડે. પછીના જીર્ણોદ્ધારમાં દિવાલ ઊંચી કરી છે ત્યારથી તે કિરણે પડતાં નથી. આ તીર્થ ઉદેપુર-ચિતેડ રેલવેના કરેડા સ્ટેશનની પાસે જ છે.
(સુકૃતસાગર, તરંગ ૮, જૈન સત્યપ્રકાશ ક્ર. ૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org