________________
બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ
પર વ્યાખ્યાનકાર હતા. એકવાર આમરાજાને તેમના બ્રહ્મચર્યની કસોટી કરવાનું મન થયું. તેણે એક રાતે એક રૂપસુંદરીને મેહિનીને પાઠ પઢાવીને આચાર્યશ્રી પાસે મેકલી, સૂરિજી સૂતા કે તેણીએ પ્રથમ તેમની પગચંપી શરૂ કરી, સૂરિજી વસ્તુને તુરત જ સમજી ગયા અને બેઠા થઈ બેલ્યા કે, માતાજી કાંઈ ભૂલાં પડ્યાં લાગે છે ! હું નાનું હતું ત્યારે મારી માતા રેજ મને પંપાળીને પરાણે સુવાડતી હતી, એ મને આજે યાદ આવે છે. રૂપસુંદરી એમ ગાંજી જાય તેવી ન હતી. એકાંત હતું, શાંત રાત્રિ હતી. તેણીએ મેહક વેણુમાં સંભળાવ્યું કે, હું માતા નથી અને રાજાએ તમારી પ્રાણપ્રિયા બનવા માટે મેકલી છે. મને પણ તમારી પ્રત્યે ખૂબ જ રાગ છે, તે મારે સ્વીકાર કરે. આમ કહી તેણીએ કામદેવના સર્વ શસ્ત્ર-અસ્ત્ર છેડડ્યાં પરંતુ આ સૂરિવર તે મેરુની જેમ અડગ હતા. તે સિમત કરી બેલ્યા કે, બહેન ! તારી મહેનત નિષ્ફળ જવાની છે. માખણના પિંડ જેવા હોય એ પીગળે પણ અમે તે પથ્થર જેવા છીએ માટે હવે તું વધુ મહેનત કરીશ નહિ.
રૂપસુંદરીએ સવારે રાજા પાસે જઈ રાતની વાત કહી સંભબાવી અને આચાર્યદેવની ખૂબ પ્રશંસા કરી. આમરાજાએ પણ ખુશી થઈ આચાર્યદેવને બાલબ્રહ્મચારી” અને “ગજવર’ એવા બિરૂદેથી નવાજ્યા અને આચાર્યવર પણ આ આકરી કસેટીમાં શુદ્ધ સેનાની જેમ ઓળખાયા અને વિશેષ પ્રાભાવિક બન્યા.
પછી તે આમરાજાએ તેમના ગુરુભાઈ આ૦ નન્નસૂરિ અને અને આ ગોવિંદસૂરિને પરિચય આપ્યું. તેમાં તેઓએ રૂપક દ્વારા ઉપદેશ આપી રાજાની ઘણું ભ્રમણાઓ ટાળી હતી અને સાચું વરૂપ સમજાવ્યું હતું. આ બન્ને આચાર્યો પણ સર્વ વિદ્યામાં નિષ્ણાત હતા અને આમરાજા તેઓને પણ ગુરુ તરીકે માનતે હતે.
એકવાર ગૌડપતિ ધર્મરાજે કનેજના આમરાજાને જણાવ્યું કે, આપણા બન્ને વચ્ચે યુદ્ધ થયું નથી તે મારી ઈચ્છા છે કે, આપણા પંડિતે શાસ્ત્રાર્થ કરે અને તેમાં જેને પંડિત જીતે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org