________________
બત્રીશમું ] - આ પ્રદ્યુમ્નસૂરિ
૫૨૩ ઘટનાઓ પરથી જાણી શકાય છે. મેરા આજે એક નાનકડા ગામ જેવું બની ગયું છે. તેનું આ મંદિર જીર્ણશીર્ણ દશામાં પિતાની પ્રાચીનતા, વિશાળતા, કળા અને વિવિધતા વડે પ્રેક્ષકને આકર્ષે છે. અને પિતાની પ્રાચીન ભવ્યતાને ખ્યાલ આપી દે છે. મૂળ ગભારામાં તે ત્રણ જિનપ્રતિમાઓ વિરાજમાન થાય તેવું પદ્માસન છે, ગભારો આબૂ વગેરેનાં મંદિરના ગભારાની જેમ બહુ સાદાઈવાળે છે. તેની કેલી તોડી નાખી હોય એમ લાગે છે. ચૌમુખી મંડપ પ્રાચીન શિલ્પના નમૂનારૂપ છે. તેમાં હંસથર, ગજથર, મનુષ્યથર, અશ્વથર, નાટયો, અંગમરોડ, અભિનયે, ભગવાન નેમિનાથની જાનવાળો ઘૂમટ, નાટ્યશાસ્ત્રોક્ત આકૃતિઓ, જીવંત ભાવ રજુ કરતી નર્તકીઓ, વિવિધ કળાક્ય વગેરે વગેરે છે. પછી બનેલાં જુદા જુદા તીર્થોનાં જિનાલયેએ અહીંથી ઘણું ઉછીનું લીધું હોય, એ સહેજે કલ્પી શકાય તેમ છે.
કુંડમાં નીચે સુધી પગથિયાં છે, વચ્ચે વચ્ચે ચોકમાં દેરીઓ છે, જે તૂટેલી-કુટેલી અને ખાલી છે, કઈ કઈ દેરીઓમાં ખંડિત જિનપ્રતિમાઓ છે, એકાદ અખંડ જિનપ્રતિમા પણ વિરાજે છે.
વડેદરાના ગાયકવાડ સરકારે વિ. સં. ૧૯૯૮ લગભગમાં આ કુંડ સાફ કરાવ્યો હતો, ત્યારે કુંડને તળિયે એક નીચાણવાળા ભાગમાંથી લગભગ ૨૪ જેટલી જિનપ્રતિમાઓ મળી આવી હતી. કે અકસ્માત ઘટનામાં ત્યાં રાખી હશે તેમ લાગે છે. તેને કંડ સાફ કરાવ્યા પછી ત્યાં ને ત્યાં જ રાખી દેવામાં આવી છે.
ચૌમુખી મંડપ યાને ચતુર્મુખી મંદિરમાં અનેક ગેખલા છે. દરેકમાં બ્રહ્મશાંતિની ઊભી મૂર્તિઓ છે. એક પાર્શ્વયક્ષની મૂર્તિ પણ છે. મંદિરના બહારના ગોખલામાં શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિઓ છે. અહીં ચારે બાજુએ જિનપ્રતિમાઓ, જિનાલયના દેવે વગેરે મળે છે, કિન્તુ શિવલિંગ, જલધારી, રામચંદ્રજી, વિષ્ણુ, ગણેશ, હનુમાન, ગૌરી, સીતાજી વગેરે કંઈ મળતું નથી. એટલે નક્કી છે, કે, આ પ્રાચીન જૈન મંદિર છે અને એ જ કારણે મહારાજા અજયપાળે તેને તોડી નાખ્યું છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org