________________
બગીશમું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ
૫૧૦ વગેરે શાંત થઈ જતા હતા. તેમનાં ચરણોદકથી સાપનું ઝેર વગેરે ઊતરી જતાં હતાં, અને તેમને સ્પર્શ, કફ, મળ, મૂત્ર અને મેલથી બીજાને વ્યાધિ નષ્ટ થતું હતું, એટલે કે તેઓ આમેસહિ, ખેલેસહિ, વિપસહિ અને જલેસહિ ઈત્યાદિ લબ્ધિસંપન્ન હતા. તેમણે તીર્થકરેની દરેક કલ્યાણક ભૂમિઓની યાત્રા કરી હતી, ઘણા તીર્થોના સંઘ દ્રાવ્યા હતા, શક સં. ૭૧માં નાગેરના શ્રેષ્ઠી નારાયણને જૈન બનાવી, તેનું બારડિયા ગોત્ર સ્થાપી, તેની પાસે મંદિર કરાવી તેમાં ભ. મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. અને તેની રક્ષા માટે બંભ વગેરે પર ગોઠી સ્થાપ્યા હતા, નાગરથી ભિન્નમાલ સુધીમાં જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં જિનાલયે સ્થાપ્યાં હતાં. તેમણે અનેક રાજાઓને ઉપાસક બનાવ્યા, ઉપદેશ આપી સ્થાને સ્થાને અભયકુમાર જેવા અનેક શ્રાવકે બનાવ્યા છે અને ઘણા રાજા બ્રાહ્મણે તથા શેઠને દીક્ષા આપી પિતાના શિષ્ય બનાવ્યા છે. તેઓ મસાણમાં જઈ ધ્યાન કરતા હતા.
ત્યાં ઉપસર્ગો આવે તે મેરુની જેમ અડગ રહેતા. આ પ્રમાણે તેઓ અનેક ગુણોના ભંડારરૂપ હતા.
આ કૃષ્ણ દ્રષિથી “કૃષ્ણર્ષિગચ્છ” નીકળે છે. કૃષ્ણર્ષિગચ્છના કેટલાએક આચાર્યો નીચે પ્રમાણે થયા છે.
- આ. જયસિંહસૂરિ, જેઓ ખ્યાત તપા શ્રીકૃષ્ણઋષિના શિષ્ય હતા. તેમણે નાગરમાં ગ્વાલિયર નરેશ આમ રાજાના પૌત્ર મહારાજા ભેજદેવના રાજકાળમાં વિ. સં. ૯૧૫ ભા. શુ પ, ને બુધવારે સ્વાતિ નક્ષત્રમાં પોતાની પ્રાકૃત ધર્મોપદેશમાલા ગા. ૯૮ ઉપર પજ્ઞવૃત્તિ લે. પ૭૭૮ બનાવી છે. તેમણે તેની પ્રશસ્તિમાં ૧૨ ગણધરે અને ૨૪ શ્રતધરે બતાવી આ. વટેશ્વરથી પિતાના સુધીની પટ્ટાવલી આપી છે. આ “ધર્મોપદેશમાળા” પર મલધારી આ. શ્રી હેમચંદ્રસૂરિપટ્ટધર આ. વિજયસિંહસૂરિએ સં. ૧૧૧માં ૧૪૪૭૧ લેકપ્રમાણ અને વાદિદેવસૂરિના સંતાનીય આ. માનચંદ્રસૂરિના શિષ્ય સંક્ષિપ્ત સંસ્કૃત શાંતિનાથ ચરિત્ર કર્તા આ. મુનિદેવસૂરિએ વિ. સં. ૧૩૨૪ લગભગમાં ૬૬પ૦ કપ્રમાણ વિવરણ કરેલ છે. સંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org