________________
પક
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ અવિહડ પ્રેમ હતું. આ જગદેવ આચાર્યશ્રીથી પ્રતિબંધ પામેલ રાજતિષી રુદ્રને પુત્ર મંત્રી નિન્નો અને ચૂદન ભટ્ટ એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણે રસ લેતા હતા. જગદેવે તે ઉજ્જૈનમાં નરવ રાજાની સભામાં શૈવવાદીને હરાવ્યું હતું. તેજ જગદેવની વિનતિથી આચાર્યશ્રીએ સં. ૧રપરમાં અમમચરિત્ર બનાવ્યું અને પાટણમાં ભ. શાંતિનાથના દેરાસરમાં વ્યાખ્યાનમાં વાંચ્યું. આ ગ્રંથને કવિકુમાર, પૂર્ણ પાલ, યશપાલ, બાલકવિ, પંડિત સભાના વડા મણ અને મહાનંદે શબે, ગૂર્જર વંશના ઉદ્યતનના પુત્ર મંત્રી ઉદયરાજના પુત્ર પંડિત સાગરચંદ્ર પ્રથમ લખે, બાલકવિએ પણ લગે-લખાવ્યું, અને તેની પ્રશસ્તિ આ. જિનસિંહસૂરિએ રચી.
(૧૩) આ. જિનસિંહસૂરિ–તેમણે ગુરુપરંપરાની પ્રશસ્તિ : શ્લેક ૩૩માં રચી “અમચરિત્ર સાથે જોડી દીધી. (અમચરિત્ર)
આ. ધર્મઘોષસૂરિએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યા છે. વહીવંચાની વહીઓ કહે છે કે સં. ૧૧૨લ્માં મુદિયાડના બ્રાહ્મણને જેન બનાવી નારાના પુત્રનું નહાર ગોત્ર સ્થાપ્યું, સં. ૧૧૩રમાં વણથલીન ચૌહાણ રાવ પૃથ્વીપાળ વગેરેને જૈન બનાવ્યા હતા. તેના ૭મા પુત્ર મુકુન્દને પુત્ર સાહરણ વહાણવટું કરતો હતો. તેનું ભાણવટુ ગેત્ર સ્થાપ્યું, સં. ૧૧૩રમાં અજયગઢ પાસે યેષ્ઠાનગરના પંવાર રાવ સુર તથા તેના નાનાભાઈ સાંખલાને જૈન બનાવ્યા અને તેઓનાં સુરાણા ગોત્ર, સાંખલા ગોત્ર સ્થાપ્યાં અને તેમને સુરાણાગરછ પણ બન્ય, એ જ રીતે મીઠડીયા, ની, ઉસ્તવાલ ખટોર વગેરે ગેત્રે સ્થાપ્યાં છે. એકંદરે ઓસવાળમાં ૧૦૫ અને શ્રીમાળીમાં ૩૫ નવાં જૈન ગેત્ર બનાવ્યાં છે. ધર્મષગચ્છની ગાદીએ તપગછના શ્રીપૂજેનું બેસણું છે. એટલે આ ગેત્રો આજે તપાગચ્છને માને છે. શાકંભરીને મહામાત્ય ધનદેવ આચાર્યશ્રીને પરમ શ્રાવક હતું. તેના પૌત્ર કવિ યશશ્ચંદ્ર બે કાવ્ય તથા મુદ્રિતકુમુદચંદ્ર વગેરે ચાર નાટકે બનાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org