________________
૫૦૭
બત્રીશમું ]
આ પ્રદ્યુમ્નસૂરિ. (૨) અજિતયશવાદિસૂરિ (૩) સહદેવસૂરિ
(૪) પ્રદ્યુમ્નસૂરિ–તેમને તે બચપણથી જ વેદપુરાણનું સારું જ્ઞાન મળ્યું હતું. તેમણે જુદા જુદા ધર્મોને અનુભવ કર્યો અને જૈનધર્મમાં આત્મકલ્યાણ માની જૈન દીક્ષાને સ્વીકાર કર્યો હતું. તેઓ મહાન જૈનાચાર્ય બન્યા છે. તેઓ વિદ્વાન હતા તેમજ પ્રકાંડ વાદી પણ હતા. તેમણે સવાલક (સપાદલક્ષ) ગ્વાલિયર અને ત્રિભુવનગિરિ 5 વગેરેની રાજસભાઓમાં ૮૪ વાદમાં જીત મેળવી હતી, અને તે તે રાજાઓને જૈન બનાવ્યા હતા. તેમણે ચિત્તોડના તલવાડામાં અલ્લટરાજની સભામાં દિગમ્બર આચાર્યને
જીતી પિતાના શિષ્ય બનાવ્યા હતા અને તે નિમિત્તે ચિત્તોડના કિલ્લામાં વિજયસ્થંભ ઊભે કરાવ્યો હતો, જે આજે પણ ચિત્તો ડના કિલ્લામાં ઊભે ઊભે મૌન ભાવે વિજેતા આચાર્યદેવની અમરગાથા ગાઈ રહ્યો છે. આચાર્યશ્રીના ઉપદેશથી અલ્લટરાજ જેનધમી બને. હતે.
(૫) આ. અભયદેવસૂરિ–તેઓ પ્રથમ રાજકુમાર હતા અને દીક્ષા લઈ જૈનાચાર્ય બન્યા, તેથી લકે તેમને રાજર્ષિ તરીકે ઓળખતા હતા. તેમનાં ચરણ પખાળેલ પાણી છાંટવાથી અસાધ્ય રેગ પણ શમી જતા હતા, એવા તેઓ પ્રાભાવિક હતા. તેઓ અજેય વાદી હતા, તેથી જ “તર્ક પંચાનન અભયદેવસૂરિ' તરીકે તેઓ વિશેષ વિખ્યાત છે. તેઓએ આ સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતક” ગાથા ૧૬૭ ઉપર ૨૫૦૦૦ કપ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. જો કે આ ટીકાગ્રંથ છે, પરંતુ તેની રચનાશૈલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે તે સ્વતંત્ર ગ્રંથ જેવો લાગે છે અને તેનું બીજું નામ વાદમહાવ રાખવામાં આવ્યું છે. તેની ભાષા મનહર છે, વાદપદ્ધતિ મૌલિક છે. જુદા જુદા વાદીએ પોતાના પક્ષ રજુ કરે
*તલવાડા અને ત્રિભુવનગિરિ (તહનગઢ) માટે જુઓઃ પૂ. ૩૪ માં રાજા અલ્લટ, અને રાજા કર્દમ. તથા પૃ. ૪૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org