________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ મયૂરની પુત્રી શરમાઈ ગઈ. પણ તેણીએ પિતા મારું છિદ્ર જુએ છે એમ માની, પિતાજીને શાપ આપ્યો કે–તમે રસલુબ્ધ કેઢિયા થાઓ.
મયૂરના શરીરમાં કોઢ નીકળે, તેણે રાજસભામાં જવાનું બંધ કર્યું, વિરોધીઓના કહેવાથી રાજાએ તેને રાજસભામાં પરાણે બોલાવ્યું. પરિણામે તેણે પોતાનું અપમાન સહન ન થવાથી સૂર્યની આરાધના કરી. તેના દ્વારા રેગ મટાડી નિગી શરીર પ્રાપ્ત કર્યું. આ ખબર રાજસભાને પડી અને રાજાએ મયૂર કવિની ખૂબ પ્રશંસા કરી. પરંતુ બાણ કવિ બેલ્યો કે–આમાં પ્રશંસા કરવા જેવું કંઈ નથી. રાજાએ કહ્યું કે–પંડિતજી ! Try ક ન બને. તમે પણ કંઈક કરી બતાવે તે તમારી વાતને સાચી માનીએ. બાણને ચાનક ચડી, એટલે તેણે રાજાની પાસે પિતાના હાથ–પગ કપાવી ચંડીના મંદિરમાં મુકાવ્યા, પછી પિતે પણ ત્યાં જઈ બેઠે અને ચંડી દેવીની સ્તુતિ કરવા લાગે. ચંડીએ પ્રસન્ન થઈ બાણ કવિના હાથ પગ જોડી દીધા. આ જોઈ રાજાએ બાણ કવિનું પણ સન્માન કર્યું. - આમ થવાથી બન્નેની પ્રશંસા થવા લાગી પણ તેઓને આપસમાં ઈર્ષા ખૂબ વધી પડી. રાજાએ તેઓને કહ્યું કે–તમે કાશ્મીર જઈ સરસ્વતી પાસેથી તમારા જય-પરાજયને નિર્ણય કરી લાવે.
હવે બન્ને પંડિતે કાશ્મીર ગયા અને તપ કરી સરસ્વતીની આરાધના કરવા લાગ્યા. દેવીએ તેઓની સામે પાદપૂર્તિ માટે રતાળું રમત એ પદ મૂકયું. બાણ કવિએ એની પાદપૂર્તિને શ્લેક પહેલાં બનાવી આપે એટલે તેને જય થયું. પછી બન્ને પંડિત કાશી આવ્યા અને રાજાએ બન્નેનું ખૂબ સન્માન કર્યું. ૧. આ ઘટના પછી એ દેશમાં એવી માન્યતા ફેલાઈ કે આ બ્રાહ્મણ પંડિત બહુચમત્કારી છે. તેમને જે બીજે કઈ ચમત્કારી નથી. રાજાએ એક વાર પિતાના પ્રધાનને પણ આ જ શબ્દો કહી સંભબાવ્યા. પ્રધાન બેલ્યા કે, સબુર ! આ૦ માનતુંગસૂરિ હાલ અહીં વિરાજે છે, તેઓ પણ મહાશક્તિશાળી પુરુષ છે. આ સાંભળી રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org