________________
પ્રકરણ ત્રીશમું
આ૦ રવિપ્રભસૂરિ આ૦ જયાનન્દસૂરિની પાટે આ૦ રવિપ્રભસૂરિ થયા છે. તેઓ વિકમની આઠમી સદીના પૂર્વાર્ધના આચાર્ય છે. તેમણે વિ. સં. ૭૦૦ માં નાડેલના મુખ્ય દેરાસરમાં ઉત્સવપૂર્વક મૂળનાયક ભગવાન શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી...
આ અરસામાં યુગપ્રધાન આ સ્વાતિ ત્રીજા, આ૦ સિદ્ધસેનગણ, આઠ યક્ષદરગણું, આ જિનદાસગણી, વગેરે મૃતધરે. વિદ્યમાન હતા. આ સ્વાતિસૂરિ (ત્રીજા):
તેઓ ૩૧ મા યુગપ્રધાન છે, વીર સં. ૧૧૯૦ માં સ્વર્ગ ગયા છે. તેમને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી પૃ૦૧૯માં આવી ગયું છે. આ સિદ્ધસેનગણું:
તેઓ સિદ્ધાન્તન પારગામી, મહાન તાર્કિક, વાસ્તવિકતાવાદી અને અજોડ ગ્રંથકાર હતા. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે:
(૧) દિનગણુ ક્ષમાશ્રમણ–તેઓ વિદ્રમાન્ય, યશવાળા, શાસ્ત્રવિશારદ, શીલધારી અને તપસ્વી હતા. તેમને જિનપ્રવચન પુસ્તકિયું નહીં, કિન્તુ મુખપાઠી હતું. (૨) આ સિંહસૂરગણી વાદીક્ષમાશ્રમણ–તેઓ મેટા વાદી, સિંહ જેવા શૂરવીર, પ્રિયહિત વાદી અને મેટા યશવાળા હતા. (૩) ભાસ્વામી મહાક્ષમાશ્રમણતેઓ તેજસ્વી, પ્રકાંડ વિદ્વાન, સમસ્ત શાસ્ત્રના જાણનારા, ક્ષમાધર અને એગ્ય ગચ્છનાયક હતા. તેઓને ઘણુ રાજાઓ આવી નમતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org