________________
એકત્રીશમું ] આ૦ થશેદેવસૂરિ
૪૭૫ આ હાથીની ઘટનાએ તેને વિરોધ ભક્તિથી પણ વીતરાગને પરિચય કરાવ્યું છે.
હરિભદ્ર ભટ્ટ એક રાતે ઘર તરફ જતા હતા. ત્યાં તેણે એક નવીન લેક સાંભળે.
चक्कोदुगं हरिपणगं, पणगं चक्कोण केलवो चको। केसव चक्की केसव, दुचक्की केसव चक्को य॥ ....
–એટલે એક પછી એક ૨ ચકવતી, ૫ વાસુદેવ, ૫ ચકી, ૧ કેશવ, ૧ ચકી, ૧ કેશવ, ૧ ચકી, ૧ કેશવ, ૨ ચકી, ૧ કેશવ, અને ૧ ચક્રવત થયા છે.
પંડિતજીએ શ્લેક સાંભળે, ફરી ફરી વાર સાંભળે તેને તે અપૂર્વ લાગે, તેને અર્થ સમજવા માટે ઘણું મથામણ કરી, ખૂબ વિચાર કર્યો પણ તેને તેને અર્થ સમજાય જ નહીં. તેને પિતાની પ્રતિજ્ઞા યાદ આવી, તેનું અભિમાન ઘવાવા લાગ્યું, અને તેને ગુસ્સે પણ ચડ્યો. તેણે પાસેના મકાનમાં પ્રવેશ કરી જોયું તે એક વિદુષી સાધ્વી તે કલેક બેલતી હતી. પંડિતજીએ તેમની પાસે જઈને પૂછયું કે–જિં ચ સવારે?
–આ ચલી શું ચકચક કરે છે?
સાધ્વીજી પણ બહુ જ વિચારશીલ વિદ્વાન હતાં. તેમને મીઠાશથી પંડિતજીને ઉત્તર આપે કેભાઈ એ લીલા છાણથી લીપેલું નથી કે જલદીથી જાણી શકે.
પંડિતજી આ ઉત્તર સાંભળી ચમક્યા. તેમને અનુભવ થયો કે એક તે આ શ્લેક સમજાય તેવું નથી અને બીજું આ ઉત્તર પણ મારી પંડિતાઈને આંટે તે છે. ઉત્તર દેનાર પણ નિડર નિસ્પૃહી વિદુષી આર્યા છે.
તેનું અભિમાન ગળવા લાગ્યું. તેણે નમ્રભાવે સાધ્વીજીને કહ્યું: માતાજી! તમે મને તમારી આ ગાથાને અર્થ સમજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org