________________
૪૪૨
જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ . હરિભદ્રસૂરિ પિતે પિતાને પરિચય નીચેના શબ્દોમાં આપે છે
समाप्ता चेयं शिष्यहितानाम आवश्यकटीकावृत्तिः सिताम्बराचार्यजिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाऽऽचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य । . એટલે આ. હરિભદ્રસૂરિ વેતામ્બર છે, આ. જિનભદ્રના વિદ્યાશિષ્ય છે, વિદ્યાધકુલના છે, આ. જિનદત્તસૂરિના દીક્ષાશિષ્ય છે, અને યાકિનીમહત્તરા સાથ્વીના ધમપુત્ર છે. તેમણે “આવશ્યકસૂત્ર”ની શિષ્યહિતા નામની ટીકા રચી પૂરી કરી છે. , એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે, બૌદ્ધોએ તેમના બુદ્ધિવાન શિષ્ય હંસ–પરમહંસનેઝ શ્રેષથી મારી નાખ્યા હતા, તે આઘાતને દૂર કરવા તથા શાંતિ નિમિત્તે આ હરિભદ્રસૂરિએ ૧૪૪૦ જેવી મોટી સંખ્યામાં ગ્રંથે રહ્યા છે. છે આ. હરિભદ્રસૂરિ, એ આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતવાદ, દાર્શનિકમીમાંસા, શાંતરસ, ઉદારતા અને ગીની જીવતી પ્રતિમા જેવા હતા.
તેમણે ધર્મ, દર્શન, ન્યાય, ગ, ધ્યાન, જીવનચર્યા, વિધિવિધાન, ભૂગોળ, ખગોળ, નવરસ, કાવ્ય, કથા, કળા, ઉપહાસ એમ દરેક વિષયના ગ્રંથ બનાવ્યા છે. એ કઈ વિષય નથી કે જે તેમના ગ્રંથમાં દાખલ ન હોય. દરેક ગ્રંથોમાં તેમની જ્ઞાનપ્રભા ચમકે છે. “સમસઈશ્ચકહા” એ તેમને વૈરાગ્યજનક અજોડ ગ્રંથ છે, જે તેમના કથાથમાં મુકુટમણિ જે છે.
- આ. હરિભદ્રસૂરિ તટસ્થ, નિષ્પક્ષ અને પરમત સહિષ્ણુ વિદ્વાન હતા, તેઓએ વિરોધમતવાળાને બહુમાનથી ઉલેખ્યા છે અને જે
* સંભવ છે કે જિનભદ્ર અને વીરભદ્ર એ તેઓનાં દીક્ષાનાં નામે હશે અમે હસ-પરમહંસ યોગીષનાં તથા બૌદ્ધમઠમાં રહ્યા તે સમયનાં નામે હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org