________________
४८४
જૈન પરંપરાને ઈતિહાસ ( પ્રકરણ દી મનુષ્ય જે તરફ પોતાની બુદ્ધિને વેગ હોય તે તરફ યુક્તિને ખેંચી જાય છે. જ્યારે પક્ષપાત વગરને મનુષ્ય જ્યાં યુક્તિ હોય ત્યાં પિતાની બુદ્ધિને પહોંચાડે છે.
આ. હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં બીજા ઘણા ગ્રંથકારેનાં નામે અને તેમનાં અવતરણે આપ્યાં છે, જે તેમની બહુશ્રુતતાનાં પરિચાયક છે. તે પૈકીના કેટલાએક દાર્શનિક ગ્રંથકારેના નામ નીચે પ્રમાણે મળે છે.
જૈન આચાર્યો–શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, વાચક ઉમાસ્વાતિજી, આ. સમંતભદ્ર, આ. સિદ્ધસેન દિવાકર, આ. સંઘદાસગણિ, આ. મલવાદિજી, દેવવાચકજી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, અજિતયશસૂરિ, જિનદાસ મહત્તર, સિદ્ધસેનગણી. - બૌદ્ધઆચાર્યો–આ. કુક, દિદ્ભાગ, ધર્મપાલ, ધર્મકીર્તિ, ધર્મોત્તર, ભદન્ત દિઅ, વસુબધુ, શાન્તિરક્ષિત, શુભગુપ્ત. * બ્રાહ્મણઆચાર્યો–આ. અવધૂત, આસૂરિ, ઈશ્વરકૃષ્ણ, મીમાસક કુમારિલભટ્ટ, ભાખ્યકાર પાતંજલિ, યેગાચાર્ય પતંજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તૃહરિ વૈયાકરણ, મહર્ષિ વ્યાસ, વિધ્યાવાસી, શિવધર્મોત્તર.
'ગઆચાર્યો–ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદન્ત ભાસુર, બધુભગવન્તવાદી.
કથાઓમાં–આ. સંઘદાસગણીને વસુદેવહિંડી, સુબધુની વાસવદત્તા, અને કવિ હર્ષની પ્રિયદર્શનને યાદ કરેલ છે.
આ. હરિભદ્રસૂરિએ ૧૪૪૦ ગ્રંથ બનાવ્યા છે. એ ઉલ્લેખ પણ મળે છે કે તેમણે પિતાના જીવનની છેલ્લી ઘડીએ “સંસારદાવાનલ સ્તુતિના ૩ શ્લેક અને કથા લેકનું એક ચરણ બનાવ્યાં છે અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા છે.
આ. હરિભદ્રસૂરિના કેટલાએક થે અને કેટલાએકનાં નામે મળે છે, જેની યાદી આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org