________________
૪૭૪ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તેની ભારતીય વિદ્વાનોમાં વાદિવિજેતા તરીકે અપૂર્વ ખ્યાતિ હતી. તેનામાં જ્ઞાન, સન્માન અને સત્તા એ ત્રણેને વેગ મળે, એટલે તેને પોતાના જ્ઞાનને મદ ચડ્યો હતે. એ વિદ્યાના અભિમાનથી પિતાના પેટે સેનાને પાટે બાંધતા, વાદીઓને જીતવા કેદાળી, જાળ તથા નિસરણી રાખતા અને જ બુદ્વીપમાં પિતાની અદ્વિતીયતા બતાવવા હાથમાં જાંબુડાની ડાળી રાખી ફેરવતા હતા. વળી, સાથોસાથ તે સરળ પણ હતા. એટલે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે –“હું આ પૃથ્વી પર જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બની જાઉં.” તે પિતાને કલિકાલસર્વજ્ઞ તરીકે જ માનતા હતા.
પરંતુ આશ્ચર્યની વાત છે કે તેનું આ અભિમાન એક વિદુષી આર્યાએ-એક તપસ્વિની જૈન સાધ્વીએ ઉતાર્યું.
એક દિવસ હરિભટ્ટ પાલખીમાં બેસી રાજસભામાં જતા હતા, શિષ્ય અને પંડિતે તેની ચારે બાજુ વીંટાઈ ચાલતા હતા. પાસે જૈન દેરાસર આવ્યું. એટલામાં એક ગાંડે હાથી ધમાચકડી મચાવતે ત્યાં આવી પહોંચ્યા. એને જોતાં જ સાથેનું ટેળું વિખરાઈ ગયું, હરિભદ્ર ભટ્ટ પણ જીવ બચાવવા માટે પાલખીમાંથી કૂદી પડ્યા અને પાસેના જૈન દેરાસરમાં જઈ ઊભા. ત્યાં તેણે જોયું તે સામે વીતરાગદેવની પ્રતિમા બિરાજમાન હતી. ભટ્ટજી તેને જોઈ હસતા હસતા બોલી ઊઠયા.
वपुरेव तवाचष्टे, स्पष्टं मिष्टान्नभोजनम्। न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः॥
–તારું શરીર જ મિષ્ટાન્ન ભેજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. કેમકે બખેલમાં અગ્નિ હોય તે ઝાડ લીલુછમ રહે ખરું?
તે પંડિતને ત્યારે ખબર ન હતી કે તેના આ શબ્દ તેમને જ ભવિષ્યમાં સુધારવા પડશે. ખરે જ કુદરતની બલિહારી છે. ' હાથી ચાલ્યા ગયે અને હરિભદ્ર ભટ્ટ પણ પિતાને સ્થાને ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org