________________
ઓગણત્રીસમું ] આ૦ જયાનન્દસૂરિ
૪૬ આચાર્યશ્રીને બહુમાનપૂર્વક રાજસભામાં પધરાવ્યા અને તેમની વિદ્વગોષ્ઠી સાંભળી, રાજા અને સભા તેઓશ્રીનું અદ્ભુત પાંડિત્ય, અસાધારણ પ્રતિભા, અજોડ કવિત્વ અને પ્રસન્નમુખ જોઈ ખૂબ પ્રસન્ન થયા.
હવે રાજાએ સૂરિજીને ચમત્કાર બતાવવા વિનતિ કરી.
આચાર્ય બોલ્યા કે, રાજન! એવા ચમત્કારમાં કઈ મહત્ત્વ નથી. છતાં પણ તમારે ચમત્કાર જેવો હોય તે જુઓ. “તમે મને આખા શરીરે બેડીઓ નાખી ઓરડામાં પૂરી દે, સાથેસાથે એ ઓરડાને મજબૂત તાળાં પણ લગાવી દે. રાજાએ આચાર્યશ્રીને ૪૪ બેડીઓ પહેરાવી ઓરડામાં પૂરી દીધા. આચાર્યશ્રીએ ત્યાં ભગવાન ઋષભદેવની સ્તુતિરૂપ મહાપ્રાભાવિક ભકતામસ્તોત્ર બનાવ્યું, તેના એકેક ક્ષેકથી એકેક બેડી તૂટતી હતી, એ રીતે ૪૪ કલેક થતાં ૪૪ બંધન તૂટ્યાં, આચાર્યશ્રી બન્ધનમુક્ત થઈ રાજસભામાં પધાર્યા. રાજસભા અને પ્રજા આ ચમત્કારથી ખુશી થઈ અને આચાર્યશ્રીમાં નમ્રતા, પ્રેમ, ઈષ્યને અભાવ તથા સર્વત્ર વાત્સલ્યભાવ જોઈ વધુ પ્રસન્ન થયા.”
રાજાએ આચાર્યશ્રીની પ્રશંસા કરી અને ઊમેર્યું કે--આપની નિરભિમાનતા, નિષ્કલંકતા અને ઉદારચરિતતાને ધન્યવાદ છે. આપના દર્શનથી મારું જીવન સફળ થયું છે.
ત્યાર પછી આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.
આ૦ માનતુંગસૂરિનું “ભક્તામરસ્તુત્ર આજે પણ વિદ્યમાન છે. દરેકે દરેક જેને તેને હંમેશાં પાઠ કરે છે. આ સિદ્ધસેનના કલ્યાણુમંદિરમાં ૪૪ શ્લેક છે તેમ આ “ભક્તામરસ્તેત્રમાં પણ ૪૪ કલેકે છે. પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ અને એ સ્તોત્રની પ્રાચીન ટેકામાં ૪૪ શ્લેક જ બતાવ્યા છે. તેમાં ચાર પ્રાતિહાર્યનું વર્ણન છે, આઠ પ્રાતિહાર્યનું વર્ણન નથી. આથી એક દિગમ્બર આચાયે બાકીના ૪ પ્રાતિહાર્યના નવા જ જ શ્લેક બનાવી તેમાં જોડી દીધા છે. એ જ રીતે બીજા દિગમ્બર સંઘના બીજા એક આચાયે બાકીના ૪ પ્રાતિહાર્યા બીજી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org