________________
ઓગણત્રીસમું] આ નન્દસરિ
૫૮ - માનતુંગને કાશીમાં દિગંબર સાધુઓને પરિચય થયે. અને તેમપ્તા ઉપદેશથી તેણે દિગંબર દીક્ષા સ્વીકારી. ત્યાં તેમનું નામ મહાકતિ” રાખવામાં આવ્યું હતું
તે એકવાર કાશીમાં જ પિતાના બનેવી લક્ષમીધરને ત્યાં આહાર માટે ગયા. મહાકતિ પોતાનું કમંડલું સાથે લઈને ગયા હતા. એમાં નિરંતર પાણું રાખવાથી પોરા થઈ ગયા હતા. મહાકીતિએ એમાંથી પાણી લીધું કે એમની બહેને આ જોઈને ભાઈને કહ્યું: “જુઓ આમાં કેટલા પિરા છે? સર્વજ્ઞ ધર્મનું મૂલ દયા છે, તેને તમે વિસરી જ ગયા છે” મહાકતિને પણ આ જોઈ આશ્ચર્ય થયું, તેણે આ ધર્મ ત્યાગવાની ઈચ્છા પ્રકટ કરી. બહેને કહ્યું કે
શ્વેતામ્બર આચાર્ય ટૂંક સમયમાં જ મધ્ય પ્રાંતમાંથી અહીં આવવાના છે એમની સાથે તમારી મુલાકાત કરાવીશ.
થડા સમય પછી જિનસિંહસૂરિજી ત્યાં પધાર્યા અને તેમને ઉપદેશ સાંભળી મહાકતિએ દિગંબર ધર્મની દીક્ષા મૂકી વેતાંબર સાધુધર્મની દીક્ષા લીધી.
તેમણે ટૂંક સમયમાં શાસ્ત્રો ભણી ગ્યતા મેળવી, એટલે ગુરૂજીએ પણ તેમને આચાર્યપદ આપ્યું. ત્યારથી તેઓ આ માનતુંગસૂરિ એ નામે ખ્યાતિ પામ્યા.
આ વખતે કાશીમાં હર્ષ રાજા હતું, તેની રાજસભામાં અનેક પંડિત હતા. તેમાં મયૂર મહાકવિ હતું, તેને એક રૂપવાન અને ગુણવાન કન્યા હતી. મયૂરે ઘણું તપાસ કર્યા બાદ તેનું લગ્ન કવિબાણ સાથે કર્યું. મયૂરે બાણ કવિને રાજા સાથે પરિચય કરાવી આવે, અને રાજસભાને સભ્ય પણ બનાવ્યો.
એક વાર બાણવિને પત્ની સાથે પ્રેમકલહ થયા. તેણે તેને આખી રાત બહુ બહુ રીતે મનાવી, પણ એ માનિનીએ પોતાનું માન મૂકયું જ નહીં, આખરે બાણે તેણીને મનાવવા પુષકને ઉચ્ચાર કર્યો. પંડિત મયૂર પણ આ સમયે ત્યાં આવ્યા હતા. તેણે આ પ્રેમકલહ સાંભળ્યા હતા, તે તરત જ બોલી ઊઠયે કે-હર્ષ! તેણીને પુરૂને બદલે રથિી સંબંધો. બસ! આ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org