________________
જૈન પરંપરાને ઈતિહાસ - પ્રિકરણ
મંત્રો ચાણક્ય ભારતીય ઈતિહાસમાં ભારતને એક મહાન સામ્રાજ્યરૂપે સ્થાપનાર, મોર્યવંશને રાજગાદી અપાવનાર, એક મહાન મુત્સદ્દી વિજેતા અને પંડિત તરીકે ચાણક્યનું નામ પ્રસિદ્ધ છે.
તેને જન્મ ગોલ્ડ (ડ) દેશના ચણક ગામમાં થયે હતે. પિતાનું નામ ચણી ને માતાનું નામ ચોધરી હતું. તે બંને જ્ઞાતિએ બ્રાહ્મણ પણ જેનધર્મના પરમ ઉપાસક હતા. અવારનવાર જૈન સાધુઓ ત્યાં આવીને ઊતરતા અને ચણ બ્રાહ્મ તેઓની ઉત્તમ રીતે ભક્તિ અને સેવા કરતો હતે.
એક વાર બ્રાહ્મણ પત્ની ચણેશ્વરીએ દાંત સહિત પુત્રને જન્મ આપે. પંડિતે તરત જન્મેલા આ બાળકને જૈન સાધુઓ પાસે લઈ જઈ નમસ્કાર કરાવ્યા અને પૂછ્યું કે, આ પુત્ર દાંત સહિત જન્મે છે તેનું શું ફળ છે? જ્ઞાની મુનિઓએ કહ્યું કે,
આ બાળક રાજા થશે.” પિતાએ મારા બાળક રાજા થશે તે મરીને દુર્ગતિએ જશે એમ વિચારી દાંત ઘસાવી નાખ્યા. આ સમાચાર પણ તેણે મુનિઓને આપ્યા. મુનિઓએ કહ્યું કે, “એના દાંત રહ્યા હતા તે રાજા થાત પરંતુ હવે તે રાજા નહિ પણ રાજા જે પ્રતાપી તે થશે જ થશે.”
ચણ બ્રાહ્મણે બાળકનું નામ “ચાણકય” રાખ્યું. માતા પિતાએ એને સારી રીતે ભણાવ્યો. તે સર્વ વિદ્યાને પારંગત અને શ્રાવક થયે. તે એક બ્રાહ્મણ કન્યા સાથે પરણે અને શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા.
એક વાર ચાણક્યની પત્ની લગ્ન પ્રસંગે પિતાને પિયેર ગઈ. ત્યાં એની બીજી બહેને શ્રીમંતને ઘેર પરણાવેલી હતી તે સારાં સારાં કપડાં અને આભૂષણથી સુશોભિત થઈને આવી હતી. જ્યારે ચાણક્ય પત્ની તદ્દન સાદા જ વેશમાં જ હતી. આથી એની બહેન અને બહેનપણીઓએ એની ખૂબ જ હાંસી મશ્કરી કરી અને તે શરમની મારી ઘરના ખૂણામાં બેસી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org