________________
ર૯૪ જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ૩૦. આ ધર્મ–સાવયત્રવાળા, તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાવ્રતધારી હતા. જેમના વિહાર વખતે દેવે પણ છત્ર ધરતા હતા. તેમના ગોત્ર માટે સાવય અને સુવય એવા બે પાઠ મળે છે. સાવય શરદ તે શ્રાવક ગોત્ર યાને ઉપકેશવંશન સૂચક છે, એટલે અહીં સાવય શબ્દ વધુ સારો લાગે છે.
૩૧. આર્ય હસ્તિ-કાશ્યપત્રવાળા. ૩૨. આર્ય ધર્મ–તેઓ મોક્ષમાર્ગના પરમ સાધક હતા.
૩૩. આયે સિંહ-કાશ્યપગોત્રવાળા, આ જ સમયે બ્રહ્મ કીપિકાશાખાના આ૦ સિંહ થયા છે જે પ્રસિદ્ધ વાચનાચાર્ય હતા.
૩૪. આર્યધર્મ–કાશ્યપગેત્રવાળા, તેમને અનેક શિષ્ય હતા. તેમના મુખ્ય પટ્ટધર આ સ્કદિલ થયા છે; સ્કંદિલાચાર્યું વીર સં. ૮૩૦ થી ૮૪૦ના ગાળામાં મથુરામાં ચેથી આગમવાચના કરી છે. (જુએ પૃષ્ઠ ૧૮૬)
૩૫. આ૦ જંબૂ-જે આર્યધર્મસૂરિના બીજા પટ્ટધર છે.
૩૬. આઈ નંદી-કાશ્યપગાત્રવાળા, તેઓ શાંત અને સરળ હતા, શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક હતા.
૩૭. દેશિગણું ક્ષમાશ્રમણ–તેઓ મારગેસના હતા, શુદ્ધ સમ્યવ અને થિર ચારિત્રવાળા હતા.
૩૮. આ૦ થિરથમ ક્ષમાશ્રમણ–તેઓ વચ્છસગોત્રના હતા. ધીર, બુદ્ધિમાન, મજબૂત મનવાળા, આગમના જાણનાર અને અનુયાગના ધારક હતા.
૩૯. આર્ય સ્થવિર કુમાર ધર્મ ગણિ–તેઓ વચ્છસગાત્રના હતા. તપસ્વી ગુણવાન અને ગુણપરખ હતા.
૪૦. આ દેવર્ધિગણી ક્ષમાશ્રમણ તેઓ કાયપોત્રના ક્ષત્રિય હતા, સરળતા વગેરે ગુણેના ધારક હતા, જિનવાણીના સાંગોપાંગ જ્ઞાતા હતા અને વાચકવંશના સમર્થ છેલા વાચના ચાર્ય પણ હતા. તેમનો પરિચય આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org