________________
પ્રકરણ પંદરમું
આ૦ શ્રીચંદ્રસૂરિ આ વાસેનસૂરિના બીજા પટ્ટધર આ ચંદ્રસૂરિ છે. તેમનાં વીર સં. પ૭૬માં જન્મ, સં. ૫૯૨ માં દીક્ષા, સં. ૨૦૬માં સૂરિપદ, સં. ૬૨માં યુગપ્રધાનપદ અને સં. ૬૫૦ લગભગમાં સ્વર્ગગમન.
સોપારકના શેઠ જિનદત્તે પિતાની પત્ની ઈશ્વરી અને ૪ પુત્રો સાથે બારદુકાળી ઊતરતાં જ વીર સં. ૧૨-(વિ. સં. ૧૮૨)માં આ વસેનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમને ચારે પુત્રો ૧ નાગેન્દ્ર, ૨ ચંદ્ર, ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર સમર્થ આચાર્યો થયા છે. વીર સં. ૬૦૬માં તેઓના નામથી જ ૪ કુળ નીકળ્યાં છે.
આ નાગેન્દ્રસૂરિને પરિચય વાચકવંશ (પ્ર. ૮, પૃ. ૧૮૪) માં આવી ગયો છે..
આ ચાર આચાર્યોમાં બીજા આ૦ ચંદ્રસૂરિ છે. તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી શ્રમણસંઘે ચાર કુલ બનાવ્યાં, ત્યારે તેમના ચંદ્રકુળમાં ઘણા ગણે અને શાખાઓ દાખલ થયાં હતાં. ઈતિહાસ કહે છે કે, ઉપકેશગચ્છના આ યક્ષદેવસૂરિ, આ કકસૂરિ, આ ઉદયવર્ધનસૂરિ અને પંડિલ્લગછના આચાર્યો ચંદ્રકુળમાં દાખલ થયા હતા. આ ઉદયવધનસૂરિએ ઉપકેશગચ્છ અને કટિકગચ્છને સમાન માની દ્વિવંદનીકગચ્છ સ્થાપ્ય છે.
કુળ વિશાળ બનવાથી ચંદ્રગચ્છ તરીકે ખ્યાતિ પામ્યું છે. પ્રાચીન શ્રમણે નિર્ગથ અને કટિકગચ્છના મનાતા હતા, આ ચંદ્રસૂરિથી તે પરંપરાનું “ચંદ્રગ૨છ એ ત્રીજું નામ જાહેર થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org