________________
૩૪૫
સેળયું ]
આ સમcભદ્રસૂરિ આ સમન્તભદ્રસૂરિએ વેતામ્બર દિગમ્બરના ભેદને તેડી બન્નેને એક કરવા ભરચક પ્રયત્ન કર્યો છે. તેઓ ઉત્કટ ત્યાગી હતા, અને વનમાં કે ગામ બહાર યક્ષ આદિનાં મંદિરોમાં વિશેષ રહેતા હતા, તેથી તેમને શિષ્ય પરિવાર “વનવાસીગર” તરીકે
ખ્યાતિ પામેલ છે અને નિગ્રંથગછનું પણ વીર સં. ૬૫૦ લગભગમાં વનવાસીગચ્છ એવું ચોથું નામ પડયું છે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યો પણ આ આચાર્યને પૂજ્યભાવે માને છે, અને તેમના સાહિત્યને આસામ તરીકે સ્વીકારે છે. સંભવ છે કે વનમાં રહેવાના કારણે તેમને સાહિત્યવાર દિગમ્બરોને મળ્યું હશે એમ લાગે છે અને દિગમ્બર વિદ્વાનોએ પણ પાછળથી તેને જ ખૂબ વિકસાવ્યું છે.
આચાર્ય સમન્તભદ્રસૂરિએ “આતમીમાંસા શ્લેક ૧૧૪, સુત્યનુશાસન પદ્ય ૬૪, જિનમ્નતિશતક પદ્ય ૧૧૬, સ્વયંભૂ સ્તોત્ર ચૈત્યવંદનસંગ્રહ પધ” ૧૪૩, જીવસિદ્ધિ, તત્વનુશાસન, પ્રાકૃત વ્યાખ્યાન, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભત ટીકા” વગેરે ગ્રંથના રચના કરી છે.
“આતમીમાંસા” એ તેમનું જીવતું ઠેસ સાહિત્ય છે. ન્યાયન પ્રૌઢ ગ્રંથ છે. આસમીમાંસાની અષ્ટસહસ્ત્રી ટીકા પર મહામહેપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજે ૮૦૦૦ પ્રમાણ ટિપ્પણ કરેલ છે. દિગમ્બરે માને છે કે “આ૦ સમન્તભદ્રસૂરિએ ગંધહસ્તિ મહાભાષ્ય બનાવ્યું હતું તેનું મંગલાચરણ આસમીમાંસા છે.” પરંતુ મહાભાષ્ય બન્યું છે કે નહિ એ જ સંશોધનને વિષય છે. વાચક શ્રીઉમાસ્વાતિજીના “તત્વાર્થસૂત્ર” પર એ મહાભાષ્ય બન્યું હોય એ પણ બનવાજોગ નથી. કેમકે આચાર્યનો અને વાચકજીનો સત્તાસમય જુદો છે, અને દિવ્ય આ૦ પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ વગેરેમાં એ અંગે કંઈ સૂચન કરવામાં આવ્યું નથી. સંભવ છે કે આમીમાંસા પિતાના વૃદ્ધ શિષ્ય વૃદ્ધદેવસૂરિને અનુલક્ષીને બનાવવામાં આવી હશે કેમકે “આમીમાંસાનું” બીજું નામ “દેવાગમસ્તોત્ર ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org