________________
ત્રેવીસમું] આ૦ દેવાનંદસૂરિ
૩૮૧ સમભાવી અને ઉદાર એવા આ૦ મહુવાદીએ તે હુકમને રદ કરાવ્યું હતું.
આ મલ્વવાદીજી સ્વર્ગે ગયા પણ તેમની વાદપદ્ધતિ જીવતી હતી. બૌદ્વાચાર્યોએ નવા નવા ગ્રંથે રચી તેને તેડવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયા. ફળસ્વરૂપ બદ્ધોએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતને ત્યાગ કર્યો અને છેવટે શંકરાચાર્ય સાથે ! શાસ્ત્રાર્થમાં એકદમ પરાસ્ત થઈ સદાને માટે ભારતવર્ષને ત્યાગ કર્યો છે. બૌદ્ધો ભારતબહાર ગયા તે ગયા. આજની કેસ સરકાર એશિયાઈ એક્તાના બહાના નીચે બાદ્ધધર્મને ભારતમાં લાવવા પ્રયત્ન કરી રહી છે.
રાજા શિલાદિત્ય જેના ઈતિહાસમાં શિલાદિત્યનું સ્થાન આ પ્રમાણે મળે છે.
ખેડાના બ્રાહ્મણ દેવાદિત્યની વિધવા પુત્રી સુભગાએ એક બાળકને જન્મ આપે. સૂર્યદેવે આ બાળકને પિતાને પુત્ર માની મદદ કરી વલભીને રાજા બનાવ્યું. તે શિલા મારી મારીને પિતાના શત્રુને નાશ કરતે હતો તેથી શિલાદિત્ય એ પ્રમાણે તેનું નામ જાહેર થયું. તે પરમ જેન હતો. તેણે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ્યું. તે વચમાં બૌદ્ધધર્મી બન્યો હતો કિન્તુ પિતાના ભાણેજ આ૦ મલવાદીજીના પ્રભાવથી તે પુન: જેન બને. તે પરાક્રમી, બુદ્ધિમાન, વિદ્યારસિક. વિદ્વષિક, શાસ્ત્રાર્થ પ્રેમી, તુલના બુદ્ધિવાળે, સત્યનો ઉપાસક અને વિવેકી જૈન હતો. તેણે અજાણ્યા કુળમાં જન્મીને પણ સગુણોથી પિતાના નામને અમર બનાવ્યું છે અને તેણે જ વિ. સં. ૩૭૫ માં વલભીસંવત સ્થાપે છે, જે સંવત પાછળથી ગુપ્ત રાજવંશની ઘટનાઓ સાથે જોડાતાં ગુપ્તસંવત તરીકે પણ પ્રસિદ્ધ થયેલ છે. (જુઓ : પૃ. ૩૭૮ ની પાદોંધ) - કાકુ નામને મારવાડને ગરીબ વેપારી તેના રાજ્યમાં આવી સિદ્ધરસ અને કાળી ચિત્રાવેલીના પ્રભાવે અબજપતિ બન્યો હતો. રાજાએ તેની દીકરીની રત્નજડિત કાંસકી બળાત્કારે ઝુંટવી લીધી. આથી ક્રોધના માર્યા કાકુએ કરેડ સર્નિયા ખરચી, મ્લેચ્છ દેશમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org