________________
૪૨૦
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
જેથી તેઓ બીજાને દુઃખી કરી શકે નહીં. અને જે જીવો ધમી છે, પરહિતચિંતક છે, તેાની દક્ષતા ખીજા જીવાને અનેક રીતે ઉપકારકર્તા નીવડે છે, માટે તેઓની દક્ષતા સારી છે.
(શ. ૧૨, ઉ. ૨, ૩ ૪૪૩) આ સિવાય ગૌશાળા, પાપત્ય, રાજા, સન્યાસી સામિલ બ્રાહ્મણ, જમાલી, મહારાજા ચેટક, અજાતશત્રુ, ગણુસત્તાક રાજ્યા, મહાશિલા કંટકયુદ્ધ, થમુશલયુદ્ધ, વરુણ, શ્રાવકની લડાઈ આજીવક મતના ઉપાસકેાની જીવનચર્યા, તુંગીનગરીનાત્ર જૈન, ભવિષ્યવાણી વગેરે ઘણા વણુ નપાઠા છે.
તુ
× તુંગીનગર—ભગવાન મહાવીરસ્વામીના સમયમાં `ગીનગર એ સમૃદ્ધ શહેર હતું. તેનો નાશ થવાથી પાલવંશી રાજા ગેાપાળે તેને ફરી વસાવ્યું, જેતુ' ખીજી' નામ ઉšપુર ( કરવેરા વગરનુ નગર ) હતુ. બખ્તીયારના પુત્ર મહમ્મદે સ. ૧૨૫૬માં ગાવિદપાળને મારી તે નગર ભાંગ્યું. ( મનહાજકૃત ઇતિહાસ ) પછી બિહારશરીફ વસ્તુ છે.
અનુ ઉમર મિનહાજ ઉદ્દીન ઉસ્માન ખીન્ન સિરાજુદ્દીન આ સ્થાનને અવિહાર ’ તરીકે ઓળખાવે છે. શહેરની પશ્ચિમ તરફ એક નાનકડી પહાળી પહાડી છે, ત્યાં બૌવિહાર (બૌદ્ધ વિહાર નહીં પણુ જૈનવિહાર) હતા.
બિહારશરીફથી ૨ માઇલ દૂર તુંગીયા નગરીનું સ્થાન છે, જ્યાં આજે નાનકડું ગામ છે. ૨ જિનાલય છે.
ચંપાપુરી—ભાગલપુરથી ૨૮ માઈલ પૂર્વમાં ગંગાની દક્ષિણમાં અને કાલગંજથી ૬ માઇલ ઉત્તરમાં પથ્થરચટ્ટા પહાડી છે. ત્યાં આસપાસ નાની મેટી અનેક પહાડીઓ છે. અહીં પ્રાચીન કાળમાં વિક્રમશિલા નામનુ સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું. નાલંદાના સાર્વજનિક વિશ્વવિદ્યાલયના અસ્તકાળમાં આ વિશ્વવિદ્યાલયની શરૂઆત થઈ હશે એમ સભવે છે.
(ઇ. સ. ૧૯૪૮ જાન્યુઆરીનુ વિશાલ ભારત ’ પૃ. ૯૪ થી ૯૭ ) બૌદ્ધ ધર્માંના પક્ષપાતી વિદ્રાન રાહુલ સાંકૃત્યાયન લખે છે કે-પથ્થરન ચટ્ટાની પહાડીમાં બૌદ્ઘ ચિહ્નો મળતાં નથી, જ્યારે બ્રાહ્મણ ચિહ્નો વધુ પ્રમાણુમાં મળે છે. આ પહાડીથી બે ત્રણ માઈલ દૂર ખાવનિવગઢા ’નાં બર્ડા વિશાળ ભૂમિમાં પથરાયેલાં મળે છે. ભેાટિયા ગ્રંથાના આધારે સહેાર યાને ભગલપુરની ઉત્તરમાં વિક્રમશિલાનું સ્થાન નક્કી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org