________________
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
વાસગ દસોંગ (ઉપાસક દશા )–જેમાં ૧૦ અધ્યયના અને ૮૧૨ àપ્રમાણુ ગદ્ય સગ્રહ છે. આ સૂત્રમાં ભગવાન શ્રીમહાવીરસ્વામીના ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલણીપિતા, ૪. સુરદેવ, ૫ નાના શતક ૬. કુંડકાલિક, ૭. શકડાળપુત્ર કુંભાર, ૮. મોટા શતક, ૯. નંદનીપિતા, અને ૧૦. શાલિહીપિતા; એ દશ શ્રમણાપાસકનાં જીવનચરિત્ર છે. તે દરેક મહર્ષિ ક હતા, પ્રતિષ્ઠિત હતા, વિચારક હતા, તેઓ ભગવાન શ્રીમહાવીરસ્વામી પાસે શ્રાવકનાં ૧૨ વ્રત લે છે, પ્રતિજ્ઞાનું દૃઢ પાલન કરે છે, ઉપસર્ગામાં પણ સ્થિર રહે છે અને અનશનપૂર્વક મરી દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ વર્ણન છે. આમાં તત્કાલીન પરિસ્થિતિ, આહાર, આચાર, વિચાર, વેષભૂષા અને ધર્માંચાંનુ હૂબહુ આલેખન છે. શકડાળ કુંભારના ધર્મસંવાદ ખાસ ધ્યાનખેંચે તેવા છે.
૪૨૨
૮. અંતગ દસાંગસુત્ત ( અ ંતકૃત્ દશા )—જેમાં ૮ વર્ગો, ૯૦ સ્થાનકે અને ૭૯૦ શ્લોકપ્રમાણુ ગદ્ય સંગ્રહ છે. અધ્યયનનાં દ્વારા બતાવવા માટે પથ્થો આપેલા છે.
આ સૂત્રમાં ભગવાન શ્રીનેમિનાથ અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના સમયના મેાક્ષગામી સ્ત્રી-પુરુષોનાં ચિત્રો છે, જેમાંના ઘણાખરા તા શત્રુંજયતીર્થ અગર વિપુલાચલતી ઉપર મોક્ષે ગયા છે. જેમાં ગજસુકુમારનું ખૂન,દ્વારિકાનું ભવિષ્ય, વસુદેવ શ્રીકૃષ્ણનું તીર્થંકરપદ, દીક્ષાના ઢેરા, અર્જુનમાળીની નિર્દયતા, શેઠ સુદર્શનની નિર્ભયતા, યક્ષની નિષ્ફળતા, અતિમુકત મુનિના સંવાદ, કૃષ્ણ વાસુદેવની ૮ રાણી, શ્રેણિક રાજાની ૨૬ રાણીઓ, કાલીદેવી વગેરેની તપસ્યા; ઈત્યાદિ ખાસ ધ્યાનખેંચે તેવી વસ્તુએ છે. આ અગમાં વિવાહૅપન્નત્તિ અને ાયાધમ્મ કહાના સાક્ષીપાઠે અનેક છે.
(
અણુત્તરાવવા અંગ ( અનુત્તરૌપયાતિકસૂત્ર )—જેમાં ૩ વર્ગો, ૩૦ અધ્યયના અને ૧૯૨ Àાકપ્રમાણુ ગદ્ય સંગ્રહ છે. અધ્યયનાના અનુક્રમ પદ્યોમાં આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org