________________
૪૩૬
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ
જેમ પાણી સાગરમાં મળે છે અને સાગરમાંથી ઉત્પન્ન થાય છે, તેમ સર્વ ભાષાઓ પ્રાકૃતમાં મળે છે અને પ્રાકૃતમાંથી ઉત્પન્ન થાય છે,
(કવિ વાયતિરાજને ગઉડવહે) अमयं पाइयकब्धं, पढिउं सोउं च जे ण जाणन्ति । कामस्स तत्ततत्तिं कुणति ते कहं न लजंति ? ॥३॥
જે અમી જેવા પ્રાકૃત કાવ્યને ભણતા નથી, સાંભળતા નથી અને માત્ર કામતત્ત્વને જ પિષે છે, તેઓ કેમ શરમાતા નથી !
(કવિ હાલ રાજાની ગાથાસત્તસતી) આ વર્ણન પાઠે ઉપરથી અર્ધમાગધી, માગધી અને પ્રાકૃત ભાષા કેવી પ્રધાન, પ્રૌઢ, સુકુમાર, વ્યવહારુ અને અર્થવાહક છે તેને સ્પષ્ટ ખ્યાલ મળી શકે છે. માટે જ જિનામે અર્ધમાગધી તથા પ્રાકૃતમાં બનાવ્યાં છે. જિનાગમનું વિવરણ સાહિત્ય:
જિનાગમ ઉપર વિવરણ સાહિત્ય વિશાળ છે, જેની ટૂંકી યાદી નીચે મુજબ છે.
નિર્યુકિત–આ. ભબહુસ્વામીએ ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. આવશ્યક, ૪. ઉત્તરશ્ચયન, ૫. દશાશ્રુત(કલ્પસૂત્ર), ૬. બૃહકલ્પ, ૭. વ્યવહાર, ૮. દશવૈકાલિક, ૯. સૂર્ય પ્રકૃતિ અને ૧૦. ઋષિભાષિતાની નિયુક્તિઓ, ૧૧. પિંડ નિયુક્તિ, ૧૨. ઓઘનિર્યુક્તિ અને ૧૩ સંસતનિયુક્તિ; એમ ૧૩ નિર્યુક્તિઓ બનાવી છે. દરેકની ભાષા પદ્યમય પ્રાકૃત છે.
(વિશેષ માટે જુઓ. પૃષ્ઠ : ૧૨૨, ૧૨૩) ભા–જુદા જુદા આચાર્યોએ પદ્ય પ્રાકૃતમાં ભાષ્ય રચ્યાં છે.
પ્રમાણ ર્તા આવશ્યકભાષ્ય (લઘુ) આવશ્યકભાષ્ય
લે. ૪૩૦૦ આ. જિનભદ્રગણુ ક્ષમા. + મને ખાતરી છે કે ભારત સરકાર તારવ્યવહારમાં સંસ્કૃત કે હિંદીભાષાને બદલે પ્રાકૃત ભાષાને દાખલ કરે છે તેમાં તેને વધુ સફળતા મળશે.
નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org