________________
૪૫૨ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ પ્રકારની અને રસપૂર્ણ છે. આમાં મુખ્યતાએ પ્રાકૃત ભાષા છે પરંતુ કઈ કઈ વર્ણને પૈશાચી અને અપભ્રંશ ભાષામાં પણ આપ્યાં છે. અઢાર દેશનાં નામે આપ્યાં છેત્યાં તે તે દેશની ભાષાને આભાસ થાય તેમ વસ્તુગૂંથણી કરેલ છે. એકંદરે પ્રાકૃત ભાષાના પ્રેમીઓ માટે આ ગ્રંથ અદ્વિતીય છે.
આ. તત્ત્વાચાર્યને પટ્ટધર આ. ઉદ્યતનસૂરિ છે, તેમ બીજા મુખ્ય શિષ્ય આ. યક્ષમહત્તર હતા. તેમના શિષ્ય મહાન તપસ્વી કૃષ્ણર્ષિ થયા, જેમનાથી કૃષ્ણર્ષિગછ નીકળે છે. તેમને પરિચય પ્રકરણ ૩રમાં આપીશું. (જેન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અં. ૨, જૈન સત્ય પ્રકાશ,
કુ. ૭૫ પૃ. ૧૦૭)
- હારિલગચ્છમાંથી પ્રાચીન થારાપદ્ર ગ૭, કૃષ્ણગ૭ અને હારિજગચ્છ નીકલ્યા હોય એ સંભવિત છે.
હારિજગચ્છના વિ. સં. ૧૨૪૭ થી ૧૫૭૭ સુધીના શિલાલેખ મળે છે. હારિજ ગામની બહાર શંખેશ્વરતીર્થના રસ્તા પર કેવલાસ્થળી નામનો ટીલે છે, તેની ઉપર જૈન આચાર્યોના સ્મૃતિસ્ત છેજેમાં સં. ૧૧૩૧નો આ. સિંહદારને રમૃતિતંભ છે.
હારિજગચ્છના (આ. મહેશ્વરસૂરિએ નહીં કિ7) પં. માનદેવે વિ. સં. ૧૨૪૭માં ગણેશની મૂર્તિ બનાવી ગાલાગામમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરની ભમતીમાં સ્થાપી હતી, જેની શિલાલેખવાળી ગાદી આજે ચાણસમાન ભટેવા પાર્શ્વનાથ દેરાસરના ભંયરામાં સુરક્ષિત છે. આ . (જૈન સત્ય પ્રક્રાશ, ક્ર. ૧૧૪, ૧૧૭; આ ગ્રંથ પૂ. ૩૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org