________________
४४६ જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ જણાવ્યું કે, “હાજી! આપ પધારશે એટલે બધુંય સારું થશે. આ વાતચીત થાય છે, એટલામાં સંઘ પણ સત્કાર માટે ત્યાં આવી પહે. સંઘના કહેવાથી આ૦ માનદેવસૂરિએ જાણ્યું કે, હું જે મુનિવર સાથે વાતચીત કરી રહ્યો છું તે જ આ હરિભદ્રસૂરિ છે. એટલે તેઓ શરમાયા. તેમણે આ હરિભદ્રસૂરિ સામે જોયું, તેમની શાંત, ગંભીર મુદ્રા જોઈ તેમની પ્રત્યે પ્રેમ પ્રગટયો, “મિચ્છામિ દુક્કડં” આપે. પછી તે બન્ને આચાર્યો ત્યાં પરમ હર્ષથી મળ્યા-ભેટ્યા અને ત્યારથી તેમની વચ્ચે મૈત્રી બંધાણી. પરંતુ આ મૈત્રી ધીમે ધીમે એવી ગાઢ બની કે, ગ્રંથકારે તેને ખાસ ઉલ્લેખ કરે છે. આ૦ મુનિસુંદરસૂરિએ આપેલે રિમમિત્ર શબ્દ પણ આપણને એ જ વાત સંભારી આપે છે.
બહરછની સૂરિવિદ્યાપીઠની પ્રશસ્તિ–પુપિકા ૧૨ ગાથામાં છે. તેમાં આ૦ માનદેવસૂરિએ ગિરનાર તીર્થમાં સૂરિમંત્ર મેળવ્યો, તેને ઈતિહાસ આ પ્રમાણે છે –
આ૦ સમુદ્રસૂરિના શિષ્ય આ૦ માનદેવસૂરિ તે આ૦ હરિભદ્રસૂરિના મિત્ર છે, ગુણનિધાન છે અને યુગપ્રધાન છે. ગુરુજીએ તેમને પ્રકટ અતિશવાળા જેઈને વિ. સં. પ૮રમાં સૂરિપદે સ્થાપ્યા. તેમને ગુરુજી તરફથી ચંદ્રકુળને અને ચિરમૈત્રીથી સંતુષ્ટ આ૦ હરિભદ્રસૂરિ તરફથી વિદ્યાધરકુળને, એમ વાચનાસિદ્ધ બે સૂરિમંત્ર મળ્યા હતા. સમય જતાં અને મંત્રોના પદની સમાનતા, દારુણ દુકાળ, લેકમરણ અને બિમારી એ ચાર કારણે તેઓ સૂરિમંત્ર વિસરી ગયા. ત્યાર પછી તેમણે ગિરનાર તીર્થમાં જઈ ૧૬ ઉપવાસ કરી અંબિકાદેવીની આરાધના કરી. અંબિકાદેવીએ પણ ખુશ થઈ સીમંધરસ્વામી પાસેથી સૂરિમંત્ર લાવી આપે, અને ભગવાન સીમંધરસ્વામીએ કહેલ તે મંત્ર પણ અંબિકામંત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. સંતુષ્ટ પદ્માવતીદેવી આ૦ માનદેવસૂરિને સહાય કરે છે. તે આચાર્ય સૂરિઓનું કલ્યાણ કરે.” - આ૦ માનદેવસૂરિને આ રીતે પરિચય મળે છે આ સિવાય આ પરિચય મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org