________________
૪૪૮
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ગમન વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમ એ ગણતરીએ એ જ સાલમાં આવે છે. તે સમયના તે શાસનપ્રભાવક યુગપ્રધાન આચાર્ય છે, એટલે તેમને માટે આ એતિહાસિક સમયનિર્દેશ હોય, એ માનવા જેવી વાત છે અને જે આ હારિલસૂરિનું ત્રીજું નામ જ આ૦ હરિભદ્રસૂરિ હેય, તે આ ગાથા સર્વ રીતે ઉપયોગી છે.
વીર સં. ૯૮૦ વિ. સં. પ૭૦માં આ દેવર્ધિગણ ક્ષમાશ્રમ વલભીની આગમવાચના કરી, તેમાં આ આચાર્ય હાજર થયા છે. તેમને પૂર્વધરો પાસેથી શ્રતજ્ઞાન મળ્યું છે. એટલે તેઓ તે સમયના સમર્થ કૃતધર છે. તેમની પછી યુગપ્રધાન આવે જિનભદ્રગણું ક્ષમાશ્રમણ થયા છે.
આ૦ હસ્પૃિપ્તસૂરિના ચરિત્રના અંકડા આ રીતે જોડાય છે
અહિછત્રામાં ગુપ્તવંશને હરિગુપ્ત રાજા હતે. જેના સિક્કામાં એક બાજુ મારા ગુરુ અને બીજી બાજુ ફૂલવાળા કળશનું ચિહ્ન ખેદાયેલું છે. તેણે વૈરાગ્ય પામી જેન– દીક્ષા સ્વીકારી, તેઓ કુલીન, જ્ઞાની અને નિસ્પૃહ રાજર્ષિ થયા. હૃણસમ્રાટ તેરમાણ અને મિહિરકુલ તેમને ગુરુ તરીકે માનતા હતા.
૨. આ દેવગુપ્તસૂરિ —તેઓ માળવાના ગુપ્તવંશી દેવગુપ્ત નામના રાજા હતા. તેમણે રાજા રાજ્યવર્ધન સાથેના યુદ્ધમાં હાર મળતાં સંસારને ત્યાગ કર્યો અને ગુપ્તવંશના જ નિસ્પૃહી રાજર્ષિ આ હરિગુપ્તસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. તેઓ પણ ગુપ્તવંશના રાજા હેવાના કારણે “રાજર્ષિ” તરીકે ખ્યાતિ પામ્યા હતા અને એ જ કારણે તેઓને રાજવંશ ઉપર પૂર્ણ પ્રભાવ હતે. તેઓ મહાકવિ હતા. તેમણે “ત્રિપુરુષચરિત્ર”ની રચના કરી છે.
૩. આ શિવચંદ્રગણું–તેઓ વિહાર કરતા કરતા ભિન્નમાલ પધાર્યા અને તે જ પ્રદેશમાં વિચર્યા.
૪. યક્ષદાગણિ ક્ષમાશ્રમણ–તે મહાત્મા હતા, ત્રણે લેકમાં વિખ્યાત હતા. તેમની મહત્તર તરીકે પણ ઓળખાણ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org