________________
૪૪૨ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ, રાજધાનીનું શહેર બનાવ્યું હતું. આ સમ્રાટ તરમાણ અને મિહિરકુલ જૈનધર્મના પ્રેમી રાજાઓ હતા. તેઓ આ. કાલક તથા આ. હરિગુપ્તસૂરિને સાચા જ્ઞાની, કડક ત્યાગી અને ગુરુ તરીકે માનતા હતા.
રાજા ધ્રુવસેના સૌરાષ્ટ્ર પર ગુપ્તવંશ પછી મિત્રવંશ યાને વલભીવશે શાસન કર્યું છે. આદ્ય શિલાદિત્ય પછી આ વંશ સેનાપતિ પદે હતું. તે પછી સેનાપતિ ભટ્ટાર્ક વલભીવંશને પહેલે રાજા છે. તેને ૧ સેનાપતિ ધરસેન, ૨ દ્રોણસિંહ, ૩ કુવસેન, અને ૪ ધભટ્ટ એમ ચાર પુત્ર હતા. તેની રાજધાની વલભીમાં હતી અને તેનું કુમારભુક્તિ નગર આણંદપુર હતું. સંભવત: ધ્રુવસેનનું બીજું નામ “સેન” હોય એમ લાગે છે. સેનાપતિ ધરસેન (પ્રથમ) મરણ પામ્યું હતું એટલે સેનાપતિ ભટ્ટાક પછી વલભી સં. ૧૮૦ થી ૨૦૦ સુધી દ્રોણસિંહ અને વલભી સં૦ ૨૦૦ થી ૨૩૦ સુધી ધ્રુવસેન વલભીને રાજા હતા.૪ આ રાજાઓ જેન હતા. જો કે વલભીના શિલાલેખમાં વલભી રાજાઓને પરમ માહેશ્વર કે પરમભાગવત તરીકે ઓળખાવ્યા છે. પણ આ વિશેષણ તે રિવાજ રૂપે લખાતું હતું. મેગલ સમ્રાઅકબરનાં ફરમાનેમાં જાતિઘણા વગેરે શબ્દ વપરાયા છે તેમ અહીં પરમ માહેશ્વર વગેરે વિશેષણે પણ વ્યવહારરૂપે વપરાય છે. બાકી આ વંશના રાજાઓ પરમમાહેશ્વર તરીકે ઓળખાવા છતાં જેન કે બૌદ્ધ હતા, એમ તેઓના મંદિરનો જીર્ણોદ્ધારે દુડાવિહાર તથા મહારાજા ગુહસેનના શિલાલેખ પુરવાર કરે છે. એટલે વલભીવંશ જૈનધમી હતે, એમ માનવાને શિલાલેખ આડા આવે તેમ નથી. (જુઓ પૃષ્ઠ : ૩૮૪)
૫. નેમિચંદ્ર જોતિષાચાર્ય લખે છે કે શ્રી. મિહિરકુલના પહેલી જાતના સિક્કાઓ મળે છે, તે જેન સિક્કાઓ છે.
( જૈન સિદ્ધાંત ભાસ્કર, તા.૧૫-૧૨-૨૦; જૈન, તા. ૧૮-૮-૫૧)
* આ પહેલા ધ્રુવસેનના વલભી સં૦ ૨૦૬ થી ૨૨૬ સુધીના તામ્ર પત્રો મળે છે. વીર સં૦ ૯૯૩, વિસં. ૧૮૩, ઈ. સ. ૫૨૭, વલભી, સં. ૨૦૮ એ એક સાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org