________________
ત્રેવીસમું] આ દેવાનંદસૂરિ ,
૩૯૭ લગભગમાં ભરૂચથી સમુદ્રરસ્તે સૌરાષ્ટ્રમાં આવી ત્યાં ગુણરાજ્યની આણ વર્તાવી, પરંતુ આ આજ્ઞાપાલન શેડાં વર્ષો જ ચાલ્યું હોય એમ લાગે છે. કેમકે માલવાના યોધેયો અને સૌરાષ્ટ્રના ક્ષત્રપિએ ફરી પિતાનું માથું ઊંચું કર્યું હતું. એટલે જ રાજા ચંદ્રગુપ્ત મહારાજા થયા પછી ગુપ્ત સં. ૭૦ લગભગમાં માળવા ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ફરી ચડાઈ કરી ત્યાનાં રાજવંશને હરાવી ત્યાં પિતાના સૂબા મૂક્યા હતા. આ રીતે તેણે બે વાર ચડાઈ કરી હોય એમ લાગે છે. ગુપ્તવંશ નબળે પડતાં ગુપ્ત સં. ૧૮૦ લગભગમાં સેનાપતિ ભટ્ટાર્કને મિત્રવંશ સૌરાષ્ટ્રની રાજસત્તા પર આવેલ છે. | ગુજરાતના ચાલુ ઈતિહાસમાં ક્ષત્રપકાલીન પરિસ્થિતિ ઉપર પ્રમાણે વર્ણવી છે. હવે તેમાં વલભીના શિલાદિત્યનું સ્થાન ક્યાં છે તે તપાસીએ. - ક્ષત્રપ રાજા યશદામના સમયે ક્ષત્રપવંશ નબળે પડ્યો હતે, ત્રિકુટના હલ્લાએ અવારનવાર ચાલુ જ હતા. આ તકને લાભ લઈ આદ્ય શિલાદિત્યે વલભીમાં પિતાને પગદંડો જમાવ્યું તેનું પુણ્ય પાધરું હતું અને કુદરત અનુકૂળ હતી, એટલે વલભીને રક્ષક રાજા કનકસેનને વંશજ મરી ગયું અને તે વલભીને રાજા બન્ય. તેણે પિતાની બેન ભરૂચના રાજાને આપી હતી, એટલે તેના તરફથી તેને પૂરી મદદ મળી હતી. આ રીતે તે નાની ઉંમરમાં સંભવત: વિ. સં. ૩૭૫ માં રાજા થયે હોય એમ લાગે છે. વલભીસંવતની શરૂઆત તે સાલથી જ લેખાય છે, તેનું કારણ આવી કેઈ ખાસ ઘટના જ હશે. શિલાદિત્યે પિતાનું રાજ્ય કુનેહથી ચલાવ્યું હતું. ગુપ્ત સં. ૬માં યુવરાજ ચદ્રગુપ્ત સૌરાષ્ટ્રમાં આવી વલભી ભાંગ્યું અને શિલાદિત્યને મારી તેના પુત્રને ખંડિયે રાજા બનાવ્યો. આ ઘટના વીર સં. ૮૪૫, વિ. સં. ૪૩૫, ગુપ્ત સં. ૬૦, શાકે ૩૦૦માં બન્યાનું માની શકાય.
ક્ષત્રપ રુદ્રસેને ચંદ્રગુપ્તની આજ્ઞાને માન આપ્યું નહિ. આથી ચદ્રગુપ્ત મહારાજા થયા પછી ફરી ચઢાઈ કરી. માળવા ગુજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org