________________
૪૦૫
ચોવીસમું ]
આ વિક્રમસુરિ આ રાજર્ષિ ધર્મદાસગણું મહત્તર: - વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતું. તેને અજય અને વિજયા નામની રાણુઓ હતી. વિજયા રાણીને સુજય નામે ભાઈ હતા અને રણસિંહ નામે પુત્ર થયા. પરંતુ આ પુત્રને જન્મ થતાં જ અજયાએ શોક્યના દ્વેષથી રણસિંહને માતાથી જુદે કરાવ્યું. એ વસ્તુની જાણ થતાં રાજા વિજ્યસેન રાણી વિજય અને સુજયે સંસારની અસારતા સમજી ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. તેઓ અનુક્રમે ભણ–ગને જ્ઞાની થયા અને ગણી–મહત્તર બન્યા. રાજા વિજયસેનનું નામ ધર્મદાસગણું મહત્તર, સુજયનું નામ જિનદાસગણી મહત્તા અને વિજ્યાનું નામ વિજયશ્રી પડયું.
માતાપિતાથી જુદો કરાયેલ રણસિંહકુમાર સુંદર ખેડૂતને ત્યાં મેટે થયે. ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં અધિષ્ઠાયકની સહાયથી વિજયપુરને રાજા બન્ય; કનકાવતી, કમળવતી અને રત્નાવતીને પર અને પુત્ર પરિવારથી સુખી બને. એકવાર તેને આકરી નૈતિક કમેટી આવી પડી, તેમાં તે ફસાઈ પડ્યો અને ધર્મ વિમુખ બની અન્યાયી તથા પાપમય જીવન વીતાવવા લાગ્યું. રાજાના ત્રાસથી પ્રજામાં હાહાકાર મચી ગયે.
આ તરફ ધર્મદાસગણું મહત્તરે અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં પિતાના પુત્ર રણસિંહના ઉપકાર માટે પ્રાકૃત ભાષામાં “ઉપદેશમાલા” બનાવી રાખી હતી, જે જિનદાસગણું મહત્તરને કંઠસ્થ હતી. જિનદાસગણું તથા સાધ્વીજી વિજયશ્રીએ વિજયનગરના ઉદ્યાનમાં પધારી રાજાને ન્યાયી તથા ધમી બનવાને ઉપદેશ આપી “ઉપદેશમાલાનું અધ્યાપન કરાવ્યું અને રાજા રણસિંહ પણ ઉપદેશમાલાને મુખપાઠ કરી પિતાની ભૂલને પશ્ચાત્તાપ કરતે પુનઃ ધર્મમાર્ગમાં સ્થિર થયે, શુદ્ધ સમકિતી અને દઢ શ્રાવક બને, કેટલેક કાળે કમળવતીના પુત્રને રાજા સ્થાપી આ૦ મુનિચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મુનિ બન્યા અને વિશુદ્ધ ચારિત્રને આરાધી કાળ કરી દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org